વિચાર, નિયત, ભાવ, પ્રતિક્રિયા
પોતાનું એક વર્તુળ છોડે છે.
પરિઘ બનીને બાંધી દે છે.
સંબંધ, સગપણ, વ્યવહાર, વર્તન
પોતાનું એક વર્તુળ રચે છે.
પરિઘ એમાં માણસ બને છે.
વલણ, અભિગમ, અપેક્ષા, ઊચાટ
પોતાને જ વર્તુળમાં જકડે છે.
પરિઘને કેન્દ્રમાં ખેંચે છે.
સતતા, સમતા, સમર્પણ, સમભાવ
બધાં જ વર્તુળ ઓગાળે છે.
પરિઘ નહીં 'મોરલી', અપરિગ્રહ બનાવે છે.
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬
Flower Name: Mirabilis jalapa (Marvel of Peru, Four-o'clock, False jalap, Beauty of the night)
Significance: Solace
The blessing that the Divine grants us
No comments:
Post a Comment