હે ચક્ષુ,
લૂંટી લે તું! પ્રભાતનાં તરંગ પ્રબુદ્ધ
જો ઊતરે કુદરતે કેવાં તેજ સ્વરૂપ!
હે કર્ણ,
સૂણી લે તું! પરોઢનાં લય ગૂઢ
જો, મૂકે કુદરતે કેવાં મુક્ત ગુંજ!
હે નાસિકા,
શ્વસી લે તું! પહોરનાં સમીર શુધ્ધ
જો, ભરે કુદરતે કેવાં તાજાતાજાં બુંદ!
હે જીહ્વા,
સ્મરી લે તું! ઊગતાં અકળ સ્ફુટ
જો સ્પંદે કુદરતે કેવાં પરમભેટ રૂપ!
હે, સ્પર્શ,
ગ્રસી લે તું! વરસતાં કિરણ પુંજ
જો, રેલાય કુદરતે કેવો સૂર્ય તૃપ્ત!
હે માનવ,
જીવી લે તું! વળી એક સવાર અદ્ભૂત
જો, ઊગે કુદરતે કેવો નવ દિન ભરપૂર!
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬
No comments:
Post a Comment