Tuesday, 26 April 2016

છે જ ક્યાં?


કોઈ ફાંટાં રહ્યાં છે જ ક્યાં?
છાંટાં પણ હવે અડે છે ક્યાં?

કોઈ પાસાં પડે છે જ ક્યાં?
ઘાટ્ટારંગ ચિતરાય છે ક્યાં?

કોઈ વાર્તા કહેવાય છે જ ક્યાં?
નૈતિકહાર્દ ઊતરે છે જ ક્યાં?

કોઈ જાત્રા જવાય છે જ ક્યાં?
શોધ કે ખોજ હવે છે જ કયાં?

કોઈ પસંદ પકડાય છે જ ક્યાં?
રીતિભીતિ સમજાય છે જ ક્યાં?

સીધું ને સરળ જ વળી, બીજું ક્યાં?
'મોરલી' એ સિવાય હવે કંઈ ક્યાં?

- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧


Flower Name: Italian aster (Aster amellus)
Significance: Simple Sincerity
The beginning of all progress

No comments:

Post a Comment