પ્રભુ, તારી જ...
ઈચ્છા રાખે તે તારી જ રાખજે,
જણ, અન્યની ઓગળતી રાખજે,
તારી જ ઈચ્છા અગ્રે રાખજે...
ઊગતી રાખી ને ફળતી રાખજે,
જણ, અન્યની, પણ હોય ત્યારે
તારી જ ઈચ્છા અગ્રે રાખજે...
ઝીણું કે ઝાઝું, વધતું રાખજે,
જણ, અન્યને લગતું હોય ત્યારે
તારી જ ઈચ્છા અગ્રે રાખજે...
જગ છોને આંધળું થઈ ભાગે,
જણ, અન્યનાં વિકાસ કાજે,
તારી જ ઈચ્છા અગ્રે રાખજે...
'મોરલી' આભારી...પ્રભુ તારી જ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬
Flower Name: Teak (Tectona grandis)
Significance: Renunciation of Desires
Significance: Renunciation of Desires
No comments:
Post a Comment