નમન કરું મા...
નમન કરું મા,
મારી જ અંદર તને હું!
સર્વરૂપ મા,
મારી જ અંદર દિસે તું!
વંદન કરું મા,
મારી જ અંદર શ્વસે તું!
સ્થાને બિરાજે મા,
મારી જ અંદર, તું જ, હું!
પ્રણામ શતશત મા,
મારી જ અંદર કણકણ તું!
આભારી ભીતરથી મા,
મારી જ અંદરની તને હું!
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬
No comments:
Post a Comment