Wednesday, 6 April 2016

લે મા, તારીને મારી...

 

લે મા, તારીને મારી વચ્ચે
આ જિંદગી મૂકી દીધી,
હું જીવું હવે તારી સૂચવી.

લે મા, તારી ને મારી વચ્ચે 
આ ઘટમાળો ઘટતી,
સાધન હોઊ તે તારી મરજી.

લે મા, તારી ને મારી વચ્ચે
આ વણજાર ઊતરતી,
સાક્ષી અવલોકે તારે સંગી.

લે મા, તારી ને મારી વચ્ચે
આ અમૂલ્ય કૃપાદ્રષ્ટિ,
માણું તવ ચરણે કરુણામયી.

લે મા, તારી ને મારી વચ્ચે
આ સક્ષમ બાળ મર્યાદિત,
પ્રગતિ પંથે 'મોરલી' તવ દર્શિત.

મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧

No comments:

Post a Comment