એક ચેતના જે ખુલ્લી વહેતી,
પડદા પાડી નવી રાહ દેતી,
પ્રગતિ ગતિમાં મૂકતી રહેતી...
એક ચેતના જે સફેદ ઊતરતી,
ઓલવતી-ઊભરતી નવરંગ દેતી,
મેઘધનુષ શ્વેત ભરતી રહેતી...
એક ચેતના જે પ્રેમ ઊગાડતી,
હ્રદયે ભાવવિશ્વ સમાવી દેતી,
પ્રેમ અવિરત રેલાવતી રહેતી...
એક ચેતના દિવ્ય બનાવતી,
જ્યાં સ્પર્શ ત્યાં નીરવતા દેતી,
શાંત કરણને ઊછેરતી રહેતી...
એક ચેતના અર્પણ સમજાવતી,
ચરણે શરણું, ને સમર્પણ દેતી, 'મોરલી'
સંસાર, સાધક, સાધન બની રહેતી...
- મોરલી પંડ્યા
એપ્રિલ, મે, ૨૦૧૬
Flower Name: Sunflower(Helianthus)
Significance: Consciousness Turned towards the Light
It thirsts for Light and cannot live without it
No comments:
Post a Comment