Thursday, 28 April 2016

મારે તો,


મારે તો,
પ્રભુ જ મારો સહ-માર્ગી!
પછી ક્યાં કોઈ આંધી-વ્યાધી?
પ્રભુસંગ જ મોટી ઊપાધિ!


મારે તો,
પ્રભુ જ મારો સહ-પાઠી!
પછી ક્યાં કોઈ શીખ બાકી?
પ્રભુપાઠ જ સર્વજ્ઞાની!


મારે તો,
પ્રભુ જ મારો સહ-વાસી!
પછી ક્યાં કોઈ તરસ પિપાસી?
પ્રભુસ્થાન જ અઠંગ સાધી!


મારે તો,
પ્રભુ જ મારો પરમ પ્રવાસી!
પછી ક્યાં કોઈ ખેપ માંડવી?
પ્રભુવિહાર જ 'મોરલી' પ્રાર્થી.


- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧


Flower Name: Crepe flower (Lagerstroemia indica,
Crape myrtle)
Significance: Intimacy with the Divine
Complete surrender to the Divine and total receptivity to His influence are the conditions for this intimacy

No comments:

Post a Comment