જાણે શ્વેત ડાળ પર પદ્મકુસુમ!
રંગરંગી ખુલ્લાં એકેક અરુણ!
શિશ ઊગમણે સહસ્ત્ર સ્વરૂપ!
અસંખ્ય ગ્રહણશીલ ગ્રાહ્યબિંદ!
ગ્રીવા સ્થાને કોમળ ઊઘાડરૂપ!
વાક-ઊચ્ચાર શુધ્ધ સમૃધ્ધ!
હ્રદય મધ્યે માતહેત સ્વરૂપ!
શોષે ષોષે ભાવ વિશ્વ અરુપ!
નાભી જોગે પરમ અનુકૂળ!
દ્રષ્ટિ વૃત્તિ પ્રવૃત્તિ શ્રદ્ધા પુર્ણ!
ડાળ, ચેતના અવતરણ રૂપ!
મધુર આનંદ પ્રસરે દેહપુષ્ટ!
અહોભાગ 'મોરલી' આ દેહરૂણ!
નમન સ્વીકારો વ્હાલાં પ્રભુ અદ્ભુત!
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬
No comments:
Post a Comment