હે સંવાદિતા,
તું ય પ્રભુનું શરણું લે.
એક સક્ષમ તત્વ છું,
હ્રદયે હ્રદયે ઊઘાડ લે.
હે સંવાદિતા,
કૃપાનું મૂલ્ય બની લે.
તું એક દિવ્ય તત્વ છું,
સ્થાયી સ્થાન ધરી લે.
હે સંવાદિતા,
માનવયત્ન વાટ મૂકી લે.
તું એક નિર્ધારિત તત્વ છું.
આવકાર આકાર છોડી લે.
હે સંવાદિતા,
પૃથ્વી પર પ્રસરી લે.
તું એક અજેય તત્વ છું,
હાજરીથી અજર ભરી લે.
હે સંવાદિતા,
'મોરલી' વંદન સાભાર લઈ લે...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Significance: Collective Harmony
Collective harmony is the work undertaken by the Divine Consciousness; it alone has the power to realise it
No comments:
Post a Comment