Saturday, 16 April 2016

હા,એ જીવી...


હા,એ જીવી જોયું
ને જીવી લીધું છે
ખેંચતાણ ને વધઘટનું
સરનામું જોઈ લીધું છે.

હા, એ રમી જોયું
ને જીતી લીધું છે.
દાવ પકડ ને જીત હારનું
ખાટું મોળું ચાખી લીધું છે.

હા, એ ભળી જોયું
ને ભણી લીધું છે.
સમૂહગાન ને એકલવિહારનુ
નામું પાકું ગણી લીધું છે.

હા, એ મહીંથી જોયું
ને વહી લીધું છે.
વર્તમાન ને સર્વઆધારનું
દિવ્ય ચેતનમય તરણ લીધું છે.

હા, હવે ઘણું જોયું
ને ઘણું થયું છે.
શાંતિ ને આનંદનું 'મોરલી'
પ્રભુક્ષણમાં શરણું લીધું છે.

- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬

Flower Name: Mexican sunflower (Tithonia rotundifolia)
Significance: Physical Consciousness Entirely Turned Towards the Divine

No comments:

Post a Comment