નવવર્ષે આ પળ સમર્પિત,
એકેએક ભાવિની અર્પિત...
જ્યોતિર્મય હો સર્વે વાર્ષિક,
તેજ તરણ હો દર પ્રમાણિત...
સાયુજ્યભર હો પ્રભુઆંશિક,
સત્ય સહજ હો દિવ્યપ્રકાશિત...
સંનિધિ સઘન હો ઊરવાસી,
ॐ-કેન્દ્રી હો સબળ ધ્યાની...
સાધ્ય-આરાધ્ય હો અન્યોન્યાધારી,
'મોરલી' લાભી હો પરસ્પર પ્રભાવી...
'મોરલી' લાભી હો પરસ્પર પ્રભાવી...
સ્વાગત નવ વર્ષ...
નવી પળો, નવી સજાવટ, નવી રીત, નવી ગતિ...
નવી પળો, નવી સજાવટ, નવી રીત, નવી ગતિ...
નાવિન્યમાં જ સઘળું સમાયેલું છે જે ઊગી નીકળવાનું છે. જે આ ઘડીમાં અદ્રશ્ય છે પણ ક્યાંક બેઠું છે. છૂપાયેલા નથી પણ હજી દ્રષ્ટિમાં નથી.
કોઈ વિશ્વમાં પ્રગટ છે પણ ત્યાંનું પ્રગટીકરણ હજી અહીં પહોંચ્યું નથી.
સમયને પોતાનો હિસાબ છે,
ક્યાં શું કેમ - નું ગણિત છે.
ફક્ત એનાં ખુલવાનો માનવ બુદ્ધિને સમજાતો હિસાબ નથી.
ક્યાં શું કેમ - નું ગણિત છે.
ફક્ત એનાં ખુલવાનો માનવ બુદ્ધિને સમજાતો હિસાબ નથી.
દર વર્ષની જે આ નવું વર્ષ પણ,
નીતનાવિન્ય લાવે...
નવા આયામો ખોલે...
ક્ષમતા સમૃદ્ધ બને...
સંબંધ સુદ્રઢ મલકે...
સર્વે સ્તરો ફળદ્રુપ ઝલકે...
સ્મિત સહજ વસે...
પ્રભુ ચરણે પળે પળે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૭
Flower Name: Hibiscus rosa-sinensis 'Comet'
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Power of the Future
To be capable of working for the future.