માનસિક અવસ્થા શું જાણે ભક્તિભાવ આ?
પૂર્ણતા પણ ઢોળ લાગે ફક્ત પરિપેક્ષ જ્યાં.
હ્રદયથી હ્રદયને જોવાય તો જ ઊકલે આ.
મનોમય નિષ્કર્ષ ન સમજવા દે સત્ય જ્યાં.
રાજ, હઠ, જ્ઞાન, કર્મ સમેટાયું અહીં જ આ.
અંતિમ વૃદ્ધિ શક્ય, ફક્ત ભક્તવલણ જ્યાં.
નથી નિર્માલ્ય કે દર્દીલુ ભાવ જગત આ.
ઓગળીને ઊઠવાની ગહનવાત હોય જ્યાં.
કાયર નહીં બળવાનનું કામ, સમજાશે આ.
એક સમયે મળી આવશે પ્રદેશપ્રકાર જ્યાં.
પ્રભુનું પ્રભુને કાજે, પ્રભુથી સંધાય આ.
'મોરલી', ફૂલ રૂપાળું ઊગે, ખરો નશો એ જ્યાં.
ભક્તિ એટલે,
પ્રેમ અને સમર્પણની પરાકાષ્ટા...
પ્રેમ અને સમર્પણની પરાકાષ્ટા...
એક સમય હતો જ્યારે આ અદમ્યભાવ પ્રભુ માટે અલાયદો હતો. એ તીવ્રતા, પ્રભુનિષ્ઠામાં જ ગણાતી અને એ માટે જ આવતી...
ન્યોછાવર થવાની જરૂરિયાત અને જીવનપર્યંત એને જ અનુસરવાની તૈયારી...આ ભાવે મનુષ્યને સમજાવી...બતાવી...ક્યાંક ક્યાંક અનુભવાવી...
એ શુદ્ધ ભક્તિની અનુભૂતિ પોતાનાંમાં જ પર્યાપ્ત અને પ્રભુની મજબૂરી...કેવું અદ્ભૂત...
ભક્તિ કરાવતાં કરાવતાં, સમયે મનુષ્યને ભક્તિ સમજાવી દીધી. એની રૂપરેખા, ઊપયોગ પદ્ધતિ અને લાભાલાભ...બધું જ...
મનોમય કોષે એને માનસિક ઘડતરમાં ઢાળી દીધી. એ આખું જ બંધારણ રમતું મૂક્યું અને એટલે આજનાં સમયે, અનેક વિષયો અને જગ્યાઓ ઓળખાઈ છે અને અમલી બનાવાઈ છે જ્યાં ભક્તિ સમકક્ષ ભાવ ઊગાડી શકાય અને વહેતો મુકી શકાય.
એ ભાવ અન્ય વ્યક્તિ, વિષય, વિચાર અથવા એવાં કોઈપણ બિંદુ માટે પ્રવર્તમાન બન્યો. એ નિષ્ઠભાવ ને બિનસંદર્ભી ઈરાદો વધુ ને વધુ પ્રવૃતિ, પ્રક્રિયા, પ્રમાણ, પરિણામે સાથે જોડી શકાયો.
એક મનોવલણનો લગાવ બની રહ્યો....
એમાંથી મળી,
એમાંથી મળી,
વિચાર અને લાગણીનાં સમન્વય ભરી ભક્તિ...
અલબત્ સાચી શુદ્ધ ભક્તિનું સ્થાન ન એ લઈને શકે કે એની તોલે ક્યારેય આવી શકશે.
પ્રણામ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name: Rosa
Rose
Significance: Humility in the Love for the Divine
Delicate, effective and surrendered, but very persistent in its feelings.
For there is, concealed behind individual love, obscured by its ignorant human figure, a mystery which the mind cannot seize, the mystery of the body of the Divine, the secret of a mystic form of the Infinite which we can approach only through the ecstasy of the heart and the passion of the pure and sublimated sense, and its attraction which is the call of the divine Flute-player, the mastering compulsion of the All-Beautiful, can only be seized and seize us through an occult love and yearning which in the end makes one the Form and the Formless, and identifies Spirit and Matter. It is that which the spirit in Love is seeking here in the darkness of the Ignorance and it is that which it finds when individual human love is changed into the love of the Immanent Divine incarnate in the material universe.

No comments:
Post a Comment