શ્વેતપટલમાં નિવાસ દીધો
હરિ તેં હ્રદયે વાસ લીધો
અરસપરસ આશરો નોખો
હરિ તેં ભવ ભાર લીધો...
શાંત ચિત્ત ને પસાર દીધો
હરિ તેં ગમતો આધાર લીધો
અવળસવળને જાકારી આઘો
હરિ તેં મનોધાર લીધો...
અવતરણે રિસાવ દીધો
હરિ તેં શૂન્ય સ્વભાવ લીધો
સાગર વહેતો કીધો સાચ્ચો
હરિ તેં રણ-દોષ હર લીધો...
જીવતરનો કોષ દીધો
હરિ તેં જીવન દોર લીધો
દિવ્યાંશ ધબકાવતો રૂડો
હરિ તેં 'મોરલી' સ્ત્રોત ધરી લીધો...
હરિ ક્યાં દૂર, બહાર કે અજાણ છે!
અહીં, આમ, આસપાસ, અપરંપાર છે.
કણ કણનાં વેષ ને પહેરવેશમાં છે.
અણુનાં પેટાળ ને પ્રસારમાં છે.
જીવંત કોષોનાં ગુણાકારમાં છે.
ઊગતાં કિરણો ને એનાં ગ્રહણમાં છે.
ગ્રહોની સવારી અને ફેરબદલમાં છે.
ક્ષણોની ગતિવિધી ને સવાલમાં છે.
હરિ દર હરહરમાં છે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name: Rosa X rehderana
Polyantha rose
Significance:
Communion with the DivineFor one who truly has it, all circumstances becomes an occasion for it.
No comments:
Post a Comment