Thursday, 15 December 2016

જિંદગી...


જિંદગી,
ચાલ, વધમાં મૂકીએ અરસપરસને! 
આમ સાથે વધીએ, ક્ષણ-દર-ક્ષણે ...

કેવાં બંધાયેલ છીએ, કર્મે-વચનને !   
શાને ભાગતાં રહીએ જાણીબૂઝીને ?

મૂકીએ પક્વ ઘડતરમાં, એકમેકને  
સાથે લઈ ચાલીએ એકબીજાને... 

આપણે જ તો છીએ સાથસાથે, 
હંમેશ રહેશે સંગાથ ડગલેનેપગલે...

કૃતજ્ઞી છીએ, શાશ્વતી પ્રભુવિધાને 
અર્પણમાં 'મોરલી' અપાર નમીએ...



જા જિંદગી, તું યે ખેલી લે તારો દાવ
હું અહીં જ છું આમ મજબૂત જોડીદાર
બન્યા છીએ આ જન્મનાં જોને આમ!
ફરી થોડાં મળીશું આવા જ વધુ વાર?

આમ આટલાં નીકળ્યાં છે સાથેસાથે
પછી ક્યાં તું ક્યાં હું, આવા હઈશું ક્યાં?
ઓળખું છું તને, જાણે છે તું મને ખાસ
ચાલને, હાથ પકડી ચાલી લઈએ આમ!

પછી તું કોઈની ને હું કઈ જિંદગીમાં ક્યાં!
ઘણું મળ્યું, મૂક્યું અરસપરસ 'મોરલી'
હવે થોડું જ બાકી હશે, પૂરું કરીએ કામ!
તો ચાલ, પતાવીએ એકમેકની રસમ આમ!
*જૂન, ૨૦૧૬


જિંદગીને...

જિંદગી, ચાલને આપણે રમી લઈએ
ક્યારેક આ હાથ ભિડાયેલો છૂટી જશે
હું ને તું આમ સાથ વગરનાં થઈએ
ને ક્યાંક હવામાં ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...

છીએ સમાયેલાં અરસપરસ જોને
એકમાં બીજાંને એમ શોધતાં રહીએ
પાછાં ક્યાંક અચાનક વિખુટાં પડીએ
ને કોઈ હાથ વગર ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...

જરૂર રહી જે પરસ્પરની બનીને
હું તારાંમાં, તું મારાં થકી, જીવીને
અનન્ય વાતાવરણ ભેળા મૂકીએ
ને ક્ષણભરમાં કદાચ ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...

એકમેકને વિકસવા વધમાં મૂકીએ
આમ જ ખુલ્લાં! જોને કેવાં ઊગીએ!
કુદરતને નવાં ઈશારા દેતાં, દઈને
ને પાછું સરકી, કદાચ ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...
*ડિસેમ્બર, ૨૦૧૫

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૬

Flower Name: Cyclamen purpurascens
Persian violet, Alpine violet, Sowbread
Significance: Scented Marvel
One of the innumerable gifts of Nature

No comments:

Post a Comment