Monday, 5 December 2016

બંધન ખોલે...


બંધન ખોલે મુક્તિ
શૂન્યતા નોતરે શુદ્ધિ

કૃપા મોકલે સિદ્ધિ
સમર્પણ બક્ષે ભુક્તિ

શાંતિ વસે સંનિધિ
ચૈતન્ય ગ્રસે બુદ્ધિ

નીરવતા પરિણમે શક્તિ
વહેંચણી વધારે વૃદ્ધિ

શ્રદ્ધા વહાવે ભક્તિ
ક્ષણિક જીવતી ઉપલબ્ધિ

કર્મે ઘડાય શાશ્વતી
નિષ્ઠા ભોગવે કીર્તિ

સ્ફૂરણા ઘડે સુકૃતિ
અવતરણ બનાવે જ્ઞાની

પ્રભુપ્રેમ જીવન સત્યાર્થી
આભારી નમે 'મોરલી'...


વૃદ્ધિ અને પ્રગતિ...
દરેક ગતિની નિશ્ચિત દિશા છે. દરેક વહાવે અંતે તો પ્રગતિશીલ જ થવો રહ્યો.

સૃષ્ટિની એ કલા છે જેમાં વિકાસ એની અંદર વણાયેલો છે. દરેક વજૂદનો હાર્દ વૃદ્ધિગતિ છે. સૃષ્ટિ એ પોતાની જ રચનામાં એ કળ મૂકી છે અને એને જ કડી પણ બનાવી છે.

જ્યારે પ્રવાહ સાથે પ્રવાહી બનવામાં આવે ત્યારે એ દરેક ઘટનાને તકમાં પરિવર્તીત કરી શકે છે.

ઘટના ગમે એ મુદ્દાની હોય, ઊંડી કે છીછરી હોય એને પલટીને ઊત્કૃષ્ટ બનાવી શકે. સૃષ્ટિનાં ઘડતરમાં એનું યોગદાન આપી શકે.

જ્યારે અભીપ્સા ઊચ્ચતમ લક્ષ્યને પહોંચવા ઊગે છે ત્યારે એ અભીપ્સુની તૈયારી કરતાં વધુ કંઈક બક્ષીસમાં મેળવે છે જેમાં પ્રભુકાર્ય જોડાયેલું હોય છે. દિવ્યસમર્થન મેળવેલ હોય છે.

એટલે એક ઊમદા તત્વની પૂંઠે બીજું ઊગી આવે છે. અભીપ્સુ તૈયાર થતો જાય છે એને યોગ્ય ઊમેરણી મેળવતો જાય છે.

પ્રભુ પંથે,
દરેક પગલું ભેટ...
દરેક કુદકો દોરવણી...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૬

Flowers Name:Catharanthus roseus
Madagascar periwinkle, Old maid, Cayenne jasmine, Rose periwinkle
Significance: Constant Progress in Matter
The result of an ardent aspiration.

No comments:

Post a Comment