આ શૂન્યતામાં સેંકડો ભર્યા
નિર્વાણ નહીં નિર્માણ સાધવા
વિસર્જન પછી સર્જન પામવા
સમર્પણનાં દીધા શુદ્ધ પારખાં...
ખોખલી વર્તાય આ સભરતા
છીછરી ઊકલે વાસ્તવિકતા
ઊતરે ઊચ્ચ ઊર્ધ્વ-ચેતના
કરવાં દિવ્ય કર્મ પારણાં...
રિક્તતા પાછળ ગહનતા
રહસ્યમયી ઠોસ વ્યસ્તતા
અનુક્રમે ધબકવી દિવ્યતા
ઉદ્દેશ સાચ્ચો, ટકવી પાત્રતા...
ખાલીખમ પણ ભરપૂર નમ્રતા
શૂન્ય જોડ્યે બળવત્તર પૂર્ણતા
દર કર્મે 'મોરલી' જોડાજોડ પ્રભૂતા
પ્રભુ જ રિક્તસ્થાન ભરતાં...
શૂન્યની ઓળખ તો ગણિતે આપી.
એનું અસ્તિત્વની કંઈક ખાસ નથી પણ જ્યાં જોડાયેલા તેની ઓળખી બદલાય. એ અંક સબળ અને સવળું બની જાય. અહીં શૂન્ય મૂલ્ય છે.
શૂન્ય મૂળે મૂલ્યવાન છે. પોતાનો હિસ્સો વહેંચતો ફરે છે ને અન્યની કિંમતમાં પોતાની જોડી દે છે. પછી શૂન્યની શૂન્યતા બળવત્તર બની મોટી ઓળખી બની જાય છે.
ગણિત અને જીવનની જેમ, આધ્યાત્મમાં શૂન્યકાળો આવતાં જતાં રહે છે. જ્યાં સભાનતા છે ત્યાં ક્યારેક એ શૂન્યમાંથી ખૂંપાઈને નીકળાયા પછી જ શરૂઆત થઈ હોય છે.
જરૂરી હોય છે, એ માટે પણ સભાન થવાની. પોતાને એ શૂન્યતાથી, કે કહો કે કોઈપણ સંજોગો માંથી અળગા રાખવાની...
પણ આ શૂન્યતા, અસ્તિત્વને ઓગાળતી હોય છે. પ્રચંડ આવેગ સમાન...
એમાંથી કોરા અને પૂરાં બહાર આવવું શક્ય નથી. કારણ આ શૂન્યતા આલ્હાદક છે. આનંદ અને થાકેલા હૈયાને આરામદાયક છે.
એટલે જ આ શૂન્યતા ભરેલી છે. સમારકામ અહીં વેગ પકડે છે. આંતરિક બળ અને ક્ષમતાનો ક્યાસ, અહીં નીકળતો હોય છે.
અહીંથી નીકળ્યા પછી વળી નવી જ સમજ-અનુભવનો પ્રવેશ થાય છે. એ સભરતા શૂન્યનાં અંકો સાથેનાં જોડાણ અને એનાં સરવાળા ને ગુણાકાર હોય છે.
સક્રિયતા અને સર્જન મુખ્ય વ્યસ્તતા હોય છે. શૂન્યતા એ ચેતના છે અને એ ચેતના ચૈતન્યનું પહેલું પગથિયું છે.
એટલે જ અંકની શરૂઆત પણ શૂન્યથી થઈ હશે...
પ્રભુ પ્રણામ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name: Syzygium jambos Rose apple, Jambu mawar, Malabar plumSignificance: Mastery
Know what the Divine wants and you will have mastery.
Self-mastery is the greatest conquest, it is the basis of all enduring happiness.
It is from within that you must become master of your lower nature by establishing your consciousness firmly in a domain that is free of all desire and attachment because it is under the influence of the divine Light and Force. It is a long and exacting labour which must be undertaken with an unfailing sincerity and a tireless perseverance.
The mastery must be a true mastery, a very humble and austere mastery which starts from the very bottom and, step by step, establishes control. In fact, it is a battle against small things, very tiny things: habits of being, ways ol thinking, feeling and reacting. When this mastery at the very bottom combine with the consciousness at the very top, then you can really begin to do work — not only work on yourself but work for all.

No comments:
Post a Comment