સંપૂર્ણતા નથી ગુણાતીત
ગુણ મહીં રહી, ગુણદીઠ
ત્રિપાંખી, સર્વાંગી, ત્રિગુણી
ત્રણેની ઊત્કૃષ્ઠ ગૂંથણી...
ત્રિપાંખી, સર્વાંગી, ત્રિગુણી
ત્રણેની ઊત્કૃષ્ઠ ગૂંથણી...
તમસ, રાજસ, સત્વ ત્રિવેણી
સંગમ ને સંવાદિત સ્થિતી
અભિન્ન છતાં અનન્ય શ્રેણી
પ્રત્યેકની પૂર્ણતા એ દિવ્યશૈલી...
સંગમ ને સંવાદિત સ્થિતી
અભિન્ન છતાં અનન્ય શ્રેણી
પ્રત્યેકની પૂર્ણતા એ દિવ્યશૈલી...
સમતા પૂરે આલસ્ય તામસી
સ્વસ્થતા ભરે ઈચ્છા રાજસી
દિવ્યજ્યોતિ બંને મનસાત્વિક
ઊચકે વિશેષ સ્તરે ત્રિદ્રષ્ટી...
સ્વસ્થતા ભરે ઈચ્છા રાજસી
દિવ્યજ્યોતિ બંને મનસાત્વિક
ઊચકે વિશેષ સ્તરે ત્રિદ્રષ્ટી...
દિવ્યજીવન મય ઊચ્ચજીવની
પૂર્ણયોગની સંપૂર્ણતા અનેરી
પ્રકૃતિ-પુરૂષ જોડી સહજીવી
પરિવર્તિત ને 'મોરલી' પ્રભુસીંચી...
પૂર્ણયોગની સંપૂર્ણતા અનેરી
પ્રકૃતિ-પુરૂષ જોડી સહજીવી
પરિવર્તિત ને 'મોરલી' પ્રભુસીંચી...
ગુણવાન અને ગુણાતીત, બંને અવસ્થાઓને ગીતાજીમાં સ્થાન મળ્યું છે.
એકનો સંદર્ભ છે સર્વગુણ, સગુણ, સુગુણ...
બીજાનો છે ગુણ પરે, ગુણોને અતીક્રમીને, ગુણથી અપ્રભાવી...
શ્રદ્ધાળુઓ આ અવસ્થાઓ આત્મસાત કરવામાં જીવતરને વાળે છે અને નિચોડને એ શ્રેણીમાં મૂકવા કટીબદ્ધ રહે છે.
અહીં એક વિશેષ અવસ્થા કે જે ફક્ત આત્મસાત નથી થતી પણ પછી કાયમી અસ્તિત્વ બને છે તેની વિસ્તૃતી છે.
પૂર્ણ યોગ્ય આવાં સ્તરનાં અને સ્તરે પાસાં પલટી આપે છે, ધારદાર બનાવે છે, જીવનવલણ બનાવી જીવાડે છે...
પૂર્ણ યોગ્ય આવાં સ્તરનાં અને સ્તરે પાસાં પલટી આપે છે, ધારદાર બનાવે છે, જીવનવલણ બનાવી જીવાડે છે...
એવી એક અદ્ભૂત શૈલીના કે જેમાં ગુણોનું સંચાલન દિવ્યચેતના કરે છે અને આધાર એ સંચાલન વ્યવહારને વળગીને ચાલે છે.
ગુણદોષ કે ગુણગાન, એ એકેય આધાર નો વિષય નથી. એણે તો ફક્ત દિવ્યતામાં જડેલ નિરીક્ષણ દ્રષ્ટિને લક્ષ્ય બનાવવાની રહેવા છે.
ગુણદોષ કે ગુણગાન, એ એકેય આધાર નો વિષય નથી. એણે તો ફક્ત દિવ્યતામાં જડેલ નિરીક્ષણ દ્રષ્ટિને લક્ષ્ય બનાવવાની રહેવા છે.
પુરૂષ અને પ્રકૃતિ બંનેની યોગ્ય ગોઠવણી અને ત્રિગુણોની આવન-જાવનને દિવ્યતત્વ સાથે સંધાનમાં મૂકવાની...
સંપૂર્ણતાની શરૂઆત અહીંથી થાય છે.
પછી જ તો,
"સમતા પૂરે આલસ્ય તામસી
સ્વસ્થતા ભરે ઈચ્છા રાજસી
દિવ્યજ્યોતિ બંને મનસાત્વિક
ઊચકે વિશેષ સ્તરે ત્રિદ્રષ્ટી"
ઊચકે વિશેષ સ્તરે ત્રિદ્રષ્ટી"
જેમાં સમયોજન, એકત્વ, સમત્વ અને દિવ્યચયન હોય છે...
પ્રણામ પ્રભુ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name: Lupinus
Garden lupine, Lupine
Significance: Stages to the Supreme
We will go through as many stages as necessary, but we will arrive.
No comments:
Post a Comment