એક પ્રદેશ એવો,
એક વિચાર ન દીઠો,
ન જરા સરખો લસરકો
વિના, પણ માણસ જીવતો!
એક પ્રદેશ એવો,
વધુ સક્ષમ ને સાચો.
સાતત્ય ને સત ભરેલો
વિના, એક પણ તંતુ વિચારનો!
એક પ્રદેશ એવો,
નીરવતાનો દીધો,
ન કળ ન સૂઝાવ સૂચવતો
વિના આંદોલન, અકળ અજૂબો!
એક પ્રદેશ એવો,
વિચારની જરૂર વગરનો,
એ સમજનો વિચ્છેદ કરતો,
વિના વિચાર કેમનું જીવશો?
એક પ્રદેશ એવો,
સપાટ ગ્રહણશીલ મેદાનો.
સ્ફૂરણાનાં ફૂવારા ઊછેરતો
વિના, 'મોરલી' જીવન ચૂકતો...
વિચાર એટલે
મનનું એવું મનગમતું રમકડું કે જે છે,
સમય પસાર કરવાનું ગતકડું...
ઠેકઠેકાણે વિચરતું...
અઢળક વિષયો સંઘરતું...
ઈચ્છાઓનું દોરવાયું...
અવિરત સળવળતું...
એ આખા પ્રદેશમાં,
સતત સળવળાટ છે,
ઊત્પત્તિ ને ઊભરા છે.
નિરંતર, અથાક વ્યવસાય છે,
જે અજંપને રળે છે.
હા, ક્યાંક કંઈક ઊપજ પણ છે.
ખૂલતી કડી ને જવાબ પણ છે. છતાં એ એવું નથી જે બીજી રીતે અશક્ય છે.
માટે એનાથી બીજો, વધુ યોગ્ય પર્યાય છે.
નીરવતા એ એનો ઓગાળ છે.
એ પ્રદેશ હજી ત્યાં જ છે પણ ત્યાં,
નીરવતાનો વાસ છે.
શાંતિનો પ્રભાવ છે.
જરૂરિયાતોનો આધાર છે
એટલે ઈચ્છાઓનો પણ શૂન્યાવકાશ છે.
ત્યાં, એ નિરૂપદ્રવીતામાં ઊપજ છે સર્જનની, અવરજવર છે સ્ફૂરણાની, હાજરી છે આત્માની...
એક વિચારતત્વની ગેરહાજરી કેટલું આપી શકે...
એ કેટલી બધી જગ્યા રોકી શકે છે કે એની બદલીમાં આટઆટલું...મહામૂલું...
આભાર પ્રભુ...
પ્રણામ...
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name: Ipomoea horsfalliae, Princess vine
Significance: Heroic Thought
To the conquest of the unknown without fear of difficulty or incomprehension.
To the conquest of the unknown without fear of difficulty or incomprehension.
No comments:
Post a Comment