સ્વપ્રેમથી જ તો અભિરૂચિ
પણ રચેપચે એ અહિતકારી...
યથાર્થ ઊપયોગ પૂરતી
પણ અહંકારની દિવાલો ખોટી...
સ્વભાનની સીડી ખરી
પણ ચડે નહીં ત્યાં વિકૃતિ...
એ પ્રેમ દે પ્રેમપારખણી
પણ અતિ કરે ભ્રષ્ટ મતિ...
સ્વપ્રેમ બને 'મોરલી' પ્રભુપ્રેમમયી
તો જીવન જીવતું લક્ષ્યભળી...
આજનો સમય એટલે,
વિષ્લેષણ અને અર્થઘટન ભરેલો...
અસંખ્ય તર્કો અને પરિપેક્ષો...
સર્જન અને સંદર્ભથી ઊભરાતો...
સહુથી વધુ આ સમયમાં પડકારરૂપ હોય તો એ કે સર્જનક્ષમતા પૂર્ણરૂપ લઈને રહી છે અને એટલે દરેક ક્ષેત્ર, વિષય અને પાસામાં, નાનું-મોટું નાવીન્ય ઊમેરાઈ રહ્યું છે.
માનો કે આખો માનવ આધાર એમાં વ્યસ્ત છે. જે કંઈક થઈ શકે, કરી શકે એ બધું કરવા દર જણ કાર્યરત છે.
સ્વાભાવિક રીતે, એટલે જ પડકારો અને પ્રતિરોધો પણ વિશેષ રૂપ છે. એવાં સમયમાં ટકી ને પૂરવણી કરતાં રહેવા માટે, એક રસ્તો હાથવગો થઈ રહ્યો છે.
વધુ ને વધુ, સભાન જીવો એ અનુભવી રહ્યાં છે અને એમાં સમાધાન, સાધન, સંતોષ મેળવી રહ્યાં છે.
એક સમયને આ ભાવ અને વલણને અનાદર મળતો. આજે સ્વરાગે પોતાની જગ્યા બનાવી છે.
સ્વરાગ...
આત્મરતિ...
સ્વ-પ્રેમ...
દર જણ પોતાનાં પ્રેમમાં છે. આત્મવિશ્વાસની શરૂઆત અહીંથી થાય છે. એ સભાનતા પૂર્ણતાનો અનુભવ પણ આપી શકે છે અને એટલે જ ત્યાં તકેદારી દર્શાવાઈ છે.
સ્વ -પ્રેમમાં અન્યની લીટી ટૂંકી નથી કરવાની...
અન્યનાં સ્વ-પ્રેમને આદર આપવાથી જ પોતાનાં પ્રેમને પ્રમાણે મળે છે.
એક તબક્કે આ સભાનતામાંથી પણ નીકળવાનું રહે છે. આત્મરતિ અદ્ભૂત અનુભવ છે. એમાં માન વહેંચવાથી સન્માન છે. લાગણીમાં જ લાગણીની જીત છે. એ સમપક્ષી હોય તો જ સુંદર અને નમનીય છે. તો જ પછી એમાં અદ્રશ્ય પ્રભુ પ્રેમ ડોકાતો રહે છે. પછી સૌંદર્ય પણ પરિભાષા બહોળી કરે છે.
આ સમજથી ઊપજતો ને,
સમજીને વાપરવાનો પ્રેમપ્રકાર છે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name:Talinum paniculatum
Jewels of Opar, Fameflower
Significance: Vital fantasy
Ephemeral and unimportant.
No comments:
Post a Comment