Friday, 23 December 2016

નફરત...


નફરત પ્રેમની પૂંજી છે 
તીવ્ર એટલી વસુલી થશે.
નક્કી, એટલી વાળવી પડશે.

ખર્ચી એટલી રળતી છે.
ઊગ્ર એટલી નમતી થશે.
જવાબી સ્થિતી પલટાતી હશે.

ધરબી એટલી ખોતરતી છે.
સખ્ત એટલી કુમળી થશે.
સમય આવ્યે કુદી નીકળશે.

સાચવી એટલી જોતરતી છે.
ઊંડી એટલી ખોખલી થશે.
તિરસ્કારનું જંગલ કરમાશે.

એટલે વિકસતી આગેવાની છે.
ઢાંકી આભા, જે ઊગીને રહેશે.
નફરત પ્રેમ પુષ્ટિને ગતિ દેશે.

'મોરલી' પ્રણામ...પ્રભુ...


નફરત...પ્રેમની પુંજી?

અતિશયતામાં બદલવાની શક્યતાઓ છે. એક હદથી વધુ કશુંક પણ વક્રતા લાવે. ચકરાવો લઈને વળતી ગતિમાં મૂકે.

એક સમયે તિરસ્કૃત પ્રેમ હવે પ્રેમી તિરસ્કાર બને છે. આ છેડે બેઠેલો તિરસ્કાર કોઈપણ ક્ષણે પેલી તરફનો પ્રેમ બની શકે.

આ એક એવી શક્યતા છે કે એજેટલી ઊત્કઠતાથી અમલી બનાવાઈ તેટલી એની વય ઘટે છે.





તિરસ્કારની ષક્વતા એ પ્રેમની પાકટતા છે. બંને પાકીને એકબીજાને નોતરે છે. 

પછી તો જીત પણ પ્રેમની ને પલટ પણ...
ચીત પણ ને પટ પણ...
નફરત પણ પ્રેમની જ તો ઓળખ ને પુંજી...

પ્રણામ . ..

- મોરલી પંડ્યા

 ડિસેમ્બર,૨૦૧

Flower Name: 
Euphorbia cyathophora, Painted leaf, Fire on the mountain, Mexican fire plant
Significance: Opening of the Vital to the Divine Love
Little by little it is no longer the ego that governs, but the Divine.

No comments:

Post a Comment