સ્મિતની ક્યાં કોઈ વંશાવળી
પરિભાષા કે રીતિ-વિધિ
સ્વયંભૂ ને સ્વ-સંમોહિત...
સ્મિત ક્યાં કોઈ પ્રસંગસૂચિત
સ્વતંત્ર ને સ્વગતજીવી
પ્રભાવક ને પ્રેરિત...
સ્મિતને ક્યાં કોઈ મૈત્રી-દ્રોહી
સમભાવી ને સાયુજ્યલક્ષી
સમાધાની ને સંચિત...
સ્મિતથી ક્યાં કોઈ નુકસાની
'મોરલી' સમકક્ષી ને ક્ષમ્યી
અધરવસી જીવની તે સંજીવની...
સ્મિત...
એક એવો જાદુઈ શારીરિક મરોડ કે જેમાં જીવનને ખેંચી લાવવાનું બળ છે. અંતઃસ્ત્રાવોની ફેરબદલ કરી અસ્તિત્વ સસ્મિત રાખવાની ક્ષમતા છે.
સ્મિતમાં સમયને બદલવાની શક્તિ છે. સમયની શક્તિને ખોદી કાઢી શકે છે.
ભલભલા કઠણ તણાવોને મલકાવી મૂકે છે. એનું વલણ બદલીને વહાવી દે છે.
સ્મિતની આપ-લેમાં ઘણી સંજ્ઞાઓ સમાયેલી છે. કટાક્ષ, ટીકા, સંમતિ, સંસ્કૃતિ છલકાઈ શકે છે.
જે મુખ સ્મિત ધરી શકે છે તે સ્મિત વહેંચી શકે છે. પ્રભુ સાથેનાં સંવાદો પણ સ્મિતની શાંતિ છોડતાં હોય છે.
હોઠને કદાચ એટલે જ મુખ પર સ્થાન મળ્યું છે...
એટલે જ, સ્મિત કહે છે, હું અહીં જ છું તમે ક્યાં છો?
પ્રણામ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬
Flower Name: Prunus subhirtella
Oriental cherry, Japanese flowering cherry
Significance: Smile of Beauty
Nature is happy to be beautiful.
No comments:
Post a Comment