Friday, 9 December 2016

શ્વાસ છે તો...


શ્વાસ છે તો જીવું છું, 
સ્મિત છે તો જીવંત છું, 
બહુ ખાસ નહીં બસ! 
આ થોડામાં ઘણું છું...

લખું છું તો જીવું છું, 
વહેચું છું તો જીવંત છું, 
બહુ વિશિષ્ઠ નહીં પણ
જે કોઈ છે'માં પૂરતું છું...

પ્રેમ છે તો જીવું છું, 
પ્રેમી છું તો જીવંત છું, 
બહુ અઘરો નહીં પણ
એટલામાં ઘણું મૂકું છું...

જીવન છે તો જીવું છું, 
સંનિધિ છે તો જીવંત છું, 
બહુ પ્રગટ નહીં 'મોરલી' પણ
કહ્યું એણે તો કહું છું...




હું તો બસ લખું ને
શબ્દો તો એનાં વંચાય રે…

હું તો બસ મૌન ને
વાણી તો એની બોલાય રે…

હું તો બસ કર્યે જાઉં ને
ગુણવત્તા એ મૂકે રે…

હું તો બસ ચાલ્યે જાઉં ને
એની પાંખે ઊડાવે રે…

હું તો બસ કહ્યે જાઉં ને
રસ્તો તો એ બતાવે રે…

હું તો બસ સમર્પિત ને
આ જાત એની દીધેલ રે…

હું તો બસ દેખાઉં ને
‘મોરલી’ અંદર તો એ જ જીવે રે…
*નવેમ્બર, ૨૦૧૪


મા, તું છે તો હું છું,
માટે આભારી છું.

એવું છે ને એ છું,
માટે સમર્પિત છું.

ક્ષણેક્ષણ તું જ છું,
માટે પ્રવાહી છું.

અંદર ધબકે તું છે,
માટે આત્મા જીવી છું.

સંસાર રગ તું છે,
માટે વિવિધ શ્વસી છું.

દર કણે ક્યાંક તું છે,
માટે સૃષ્ટિ વંદિત છું.

આમ અહીં આ તું છે,
માટે જ સહજી છું.

અંતે બધું તું ને તું જ છે.
માટે 'મોરલી' કર્મી છું.
*માર્ચ, ૨૦૧૬

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૬ 

Flower Name: Dianthus barbatus Sweet William 
Significance: Detailed Obedience The obedience to the Divine Will ought to be total.
Obedience is necessary so as to get away from one's own mind and vital and learn to follow the Truth.In yoga obedience to the Guru or to the Divine and the law of the Truth as declared by the Guru is the foundation of discipline.

No comments:

Post a Comment