અભીપ્સાને હથોડે
મન પરે દ્વાર તોડ તું!
બ્રહ્મરંધ્ર ભેદી શિરે
શ્વેત પટલે પ્રવેશ તું!
અસ્તિત્વનું ઢાંકણ એ
પ્રભુ જોરે ખોલ તું!
ધવલ લહેર ઊર્ધ્વે વહે
હળવે હળવે ગ્રહે તું!
પ્રભુ મરજી ખરી ખરી જે
બક્ષ્યું જણ ને કૃપાતુર તું!
પીડા - પાડ, વટી જીવે
સફેદતત્વમય જીવન તું!
શાંતિ, જ્ઞાન, પ્રકાશ ઉમટે
ગૃહસ્થાન મસ્તકે, ધરે તું!
બસ! સંધાન સાચું એક 'મોરલી'
ને ખળખળ ઊતરે ને મસ્ત તું!
હિંદુ સંસ્કૃતિમાં એ વાત પ્રચલિત છે કે મૃત્યુ સમયે મનુષ્યજીવ તાળવેથી એટલે કે મસ્તિષ્કની મધ્યે સ્થિત બ્રહ્મરંદ્રમાંથી નીકળે અને એ જ વખતે એ દ્વારા ખુલી શકે.
ખાસ તો એ દ્વાર બ્રહ્માંડ અને માનવ મનને અલગાવ દેતું પટલ છે. સહેલાઈથી એ ખૂલી શકતું નથી. યોગ્ય સાધના, ધ્યાનથી ત્યાં પહોંચવું શક્ય છે.
જે દરમ્યાન કંઈક શૂન્ય શુષ્ક પ્રદેશોમાંથી સભાન થઈને પસાર થવાનું રહે છે.
એ પોતાનાંમાં એક અનન્ય પ્રક્રિયા છે અને વિલક્ષણ અનુભૂતિનો ગાળો હોય છે. ગુરુ સાનિધ્ય અને માર્ગદર્શન આવશ્યક છે.
વેદ અને ઊપનિષદે આ ઊંચાઈને સિદ્ધિ ગણાવી છે. બ્રહ્માંડ સંપર્ક મનુષ્યજીવન દરમ્યાન અનોખી ઊપાધિ છે.
પૂર્ણયોગમાં આ પ્રાપ્તિ એક અગત્યનો પડાવ છે.
મૂળ સાધનાની શરૂઆત આ પછી જ થાય છે.
બ્રહ્મ સંપર્કને મનુષ્ય જીવનમાં વણવાનો રહે છે. બ્રહ્મચેતના દ્વારા જીવતરનું સંચાલન કરતાં કરતાં એને સત્ય ચેતનામાં પરિવર્તિત કરવાનું અભિયાન હોય છે.
બ્રહ્મ સંપર્કને મનુષ્ય જીવનમાં વણવાનો રહે છે. બ્રહ્મચેતના દ્વારા જીવતરનું સંચાલન કરતાં કરતાં એને સત્ય ચેતનામાં પરિવર્તિત કરવાનું અભિયાન હોય છે.
એ સુવર્ણદ્વાર ભેદીને એની ઊર્ધ્વે સ્થિત શ્વેતપટલથી શાંતિ, પ્રકાશ, જ્ઞાન, શક્તિ ઉતારતા રહેવાનાં હોય છે.
અલબત્, પ્રભુકૃપા જ મુખ્ય સ્ત્રોત અને આધાર હોય છે. આ સિદ્ધિને સંભાળીને યોગ્ય ઊપયોગમાં એ જ મૂકી આપે છે.
અહીં આધાર, અહંકારમાં રમમાણ નથી હોતો પણ અવતરણનું માધ્યમ હોય છે.
બ્રહ્મપ્રકૃતિ પણ પ્રકૃતિ પ્રકાર છે પણ બ્રહ્મની છે અને હવે, આ તબક્કે વ્યક્તિ સક્ષમ થઈ રહ્યો હોય છે એટલે જીવનને આધ્યાત્મ ઉત્કર્ષ અપાવી શકે તેવાં વલણ તત્વોની પસંદગી કરવાની રહે છે.
પછી તો,
જીવન દિવ્યગ્રસ્ત
અને
વ્યક્તિ બસ! મસ્ત...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૬
Flower Name: Barleria prionitis
Significance: Mental Opening
The first step of the mind towards transformation.
The "Mind" in the ordinary use of the word covers indiscriminately the whole consciousness, for man is a mental being and mentalises everything; but in the language of this yoga the words "mind" and "mental" are used to connote specially the part of the nature which has to do with cognition and intelligence, with ideas, with mental or thought perceptions, the reactions of thought to things, with the truly mental movements and formations, mental vision and will, etc., that are part of his intelligence.
No comments:
Post a Comment