Friday, 2 December 2016

કૂંપળ કરું કે કમાડ..


આ પળને કૂંપળ કરું કે કમાડ
અંકુરિત કરું કે ભરું રહસ્યગાંઠ
અંતે જીવન જ જીતતું દર પ્રકાર...

આ પળને પંખ દઉં કે કમાન
આભે વિહરવા કે કરું બેનકાબ
અંતે જીવંત જ જીતતું દર વાર...

આ પળને રંગુ કે રૂઝવું રીસાવ
સપ્ત લસરકે કે પતાવું હિસાબ
અંતે જીવાયેલ જ જીતતું દર કાજ...

આ પળને પૂછું કે ચૂંટુ જવાબ
નિર્મીતનું કંડાર્યું કે ગુથું યત્ન ચાર
જેતે ઘડ્યું જીતતું 'મોરલી' એજ સાચ...



વિકલ્પ...

દરેક સમયે અને સ્થિતિએ સાથે રહેતો અનુભવ છે. એ ક્ષમતા મન પ્રદેશની છે. મનને એક કળ આપેલી જ છે જે દરેક સંદર્ભમાં વિકલ્પ બતાવી શકે છે. એ કેવો છે એ અલગ પ્રશ્ન છે પણ વિકલ્પ મળી આવે જરૂર...

પસંદગી અને વિકલ્પ ચૂંટવો એ મનનો વિષય છે પણ મનને કોઈ બાધ નથી.  આજે આ તો કાલે એનાથી તદ્દન વિપરીત પસંદ પર પસંદ ઊતારી શકે. એક સમયે જે રાગ ચાલતો હોય એ બીજા સમયે બદલાઈ પણ જાય. જે પોતાનાં પરિણામો મૂકતો હોય છે.

આમ જોઈએ તો સમયનો કોઈ વિકલ્પ નથી, પણ પળનો છે,  અને પળે પળે બદલાતો પણ છે. એટલેે વિકલ્પ સાથે સમય બદલાતો પણ હોય છે. અરસપરસ થઈને રહે છે. બસ! બંનેનો યોગ્ય ઊપયોગ કરવાનું કામ વ્યક્તિનું રહે છે.



અહીં પણ વ્યક્તિ પાસે બહુ ખાસ વિકલ્પ નથી કેમકે એ પણ એ જ પસંદ કરે જે એને યોગ્ય લાગે. અને યોગ્ય લાગવું એ પરિપેક્ષ છે, એમાં વ્યક્તિગત આધાર છે. માપદંડ ખરો પણ સર્વાંગી નહીં. પસંદગીની મર્યાદા અને એ પણ સીમિત... વ્યક્તિવિશેષ સાથે ગૂંથાયેલી...

અગત્યનું એ છે કે પસ્તાવા કરતાં પસંદમાં તકેદારી રાખવી. કારણ કે મજા કેવું જીવાયું એની છે, વ્યક્તિની સામે પણ એ જ જીતે છે, જીતનું સતત બહાનું જ એ છે કે શું પસંદ પડ્યું ને કયો વિકલ્પ લીધો.

અને વ્યક્તિને સ્વભાવથી જ હાર પસંદ નથી હોતી... 
તો વિકલ્પ રહ્યો, યોગ્ય વિકલ્પનો...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૬

Flower Name: Pentapetes phoenicea
Significance: Vigilance
Indispensable for all true progress. 

Vigilance means to be awake, to be on guard, to be sincere - never to be taken by surprise. When you want to do sadhana, at every moment of your life there is a choice between taking a step that leads to the goal and falling asleep or sometimes even going backwards, telling yourself, "Oh, later on, not immediately" — sitting down on the way. TM 

No comments:

Post a Comment