Tuesday, 28 February 2017

દર પદ્મ આસન તવ...


દર પદ્મ આસન તવ ચરણે 
પ્રદીપ્ત દીપ્તિચક્રો, ચરણે 

દેહ ને દર કોષ, તવ ચરણે 
ફરતે ફરતું આભામંડળ, ચરણે 

દર કણ ને રેષો, તવ ચરણે 
વહેતું પોષતું રક્તબિંદુ, ચરણે 

તસું એ તસું ચર્મપટલ, તવ ચરણે 
રક્ષતું સઘન કવચ, ચરણે 

ગત; જન્મો ને કર્મો, તવ ચરણે 
ભવ કાર્ય ને કરણ, ચરણે 

ભાવિ જન્મો ને સમર્પણ, તવ ચરણે 
સમયગતિમાં યોગદાન, ચરણે 

પ્રભુ, આ દીધો સાદ, તવ ચરણે 
'મોરલી' ઊંડો આભાર, ચરણે...


ધન્યતાની ચરમસીમાએ બીજું શું હોઈ શકે?

ધન્યતાની અને અર્પણની પરાકાષ્ટા...
એ પરાકાષ્ટાની સતતતા...

"કશું ન બાકી રહે હવે,
આ જીવન હવે તારે ચરણે"
બસ! એ જ ભાવ સાથે પંક્તિ સ્ફૂરી આવે...

આ વાંચીને મન, બુદ્ધિને અઘરું લાગે...
આમ જ, બસ! મૂકી દેવાનું? 
કોને, કેમ, કયાં...કેવી રીતે...???

પશ્નોની વણઝાર...
બહાનાઓ, કારણો બતાવવા લાગી જાય આંતરમન...
જાતનો જ જાત સાથે સંવાદ, 
"આવું કંઈ ના હોય...
આવું આપો ને કોઈ લઈ લે, જાણે સામે ઊભા હોય!
એવું કંઈ થોડું હોય?"


આવા અનેકો કારણો ને ગળે ઊતારી દેતાં તર્કો છતાં,

જયારે અંતરના ઊંડાણેથી આભાર પ્રગટે, અલબત્ કોઈ ઘટનાને અંતે સમજ જ ખુલી હોય, ત્યારે બંધુ જ, બધાં જ જોડકાંઓ, શરતો, સમીકરણો વેરાઈ જાય. મન પણ માનવાનું છોડી દે ને એ ધન્યતાનાં પૂરમાં ખેંચાઈ જાય. જીવનની સાચી સમજ અને સભાનતા જ્યારે શરીરમાં સમજાય...એ ભાન જ્યારે કણ કણ અનુભવે પછી કશું એને પ્રભાવી થતાં રોકી ન શકે.

હતું શું કે જાય છે...
હું એ હું કયાં છું જ કે બદલાશે...
એટલે જ પછી,
અવસ્પર્શ નિશ્ચિંતતા, ધરપત અને અદમ્ય શાંતિ...

પ્રભુ...પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Alcea rose a, Hollyhock
Significance: Offering
The only offering that truly enriches is the one that is made to the Divine.

Monday, 27 February 2017

Everything, an illusion?


When the mind pervades
Wherever intervenes
Everything, an illusion!

Liberation or bondage
Eternally or self sustained 
Everything, an illusion!

Spiritual, religious or sect
Ecstatic or refrained
Everything, an illusion!

Senses and the world stage
Beliefs or emotional connects
Everything, an illusion!

To live 'Morli', Within or without
Consciousness or power above 
Everything, an illusion!



Some centuries ago, the mind was a new thing.

Can one imagine the scenario when;

The mind was first identified!
The then living humans could find out and understand the new functioning within them...
And they started understanding 'belief'...
And started believing in belief and thereby mind...
The use of Mind to understand first and then to avoid pain, grief and suffering...
The same mind help them to reiterate the belief of an illusion...
The same life and breaths, the one is very much in and with...is just made illusion! With the help of that tricky mind...

Relief...huge relief and it is now easier to believe and the same to live...


Now imagine the scenario when;

It shall be established that every human can awaken upto each cell 
And can permeate divine consciousness upto that level
And survive through each cell and by the respective level of advancement...!!

The deeper the illusion and denser the chance of revealing Reality in future...or so to say...in ongoing present...

Thank you...

- Morli Pandya 
February, 2017

Flower Name: Tropaeolum manus, Nasturtium, Indian cress
Significance: Promise of Realisation in Matter
The best encouragement for doing what is necessary.

Sunday, 26 February 2017

ધન્ય પૃથ્વી!


ધન્ય પૃથ્વી! તેં ઝીલી મને,
દિપ્ત અવતરણને સૂણી, સંગે... 

પરે, મનમલયથી ઝીલી મને,
ગગન ગેબીથી સૂણી ,સંગે...

તેજ વાયરામાં ઝીલી મને,
ઝલકતી શ્વેતધારે સૂણી, સંગે...

સત્યશુદ્ધ મકામે ઝીલી મને,
ઊત્સુક એકાગ્ર કર્ણે સૂણી, સંગે...

દિવ્યગમન રગે ઝીલી મને,
'મોરલી' નીતનવીન સૂણી, સંગે...


માનવજીવન માટે પૃથ્વી એક એવું સ્થાન છે જયાં કશુંક પણ ખીલી નીકળે છે. 

તન, મન, મતિ, પ્રાણ, ચૈત્યથી ભરપૂર માણસ અને એ બધાંયનાં વિવિધ રંગો, ચડતી-પડતી...એ બધાંમાં કશુંક તો મળી જ આવે, જેને ફૂટ આવે. જેટલું અંતર ફળદ્રુપ એટલી જલ્દી મહોર બેસે...

પૃથ્વી મૂળે ખીલવણીનો પર્યાય...
મૃત પણ જીવન લેવા જ મૃતક બનયું હોય. 
અનાદી અનંત...એનો સ્વભાવ...
કશુંક મૂકી આપે છે જે અવિરત છે...
વધઘટ, ઊંચનીચ સાથે, પણ અંત કે અટકાવ નથી. વિરામ છે તો પણ એ પ્રક્રિયાનો હિસ્સો છે. 
એનાં પછી કંઈક ગોઠવાયેલું જ છે. બનાવટની બીના છે...
કશું ય અચાનક કે અનાયાસે નથી.

"કશુંય એળે કયાં જાય છે,
કશુંય મેળે કયાં થાય છે.
સ્વપ્ન અને સાયુજ્યને સથવારે
બધું જ, આમ જ! તો થાય છે..."
આ ધરતીની ગતિનો ભાવ, જ્યારે થોડો કંઈ સમજાય તો આવી આ પંક્તિઓ આમ ખરી પડે...


ખરો લય ત્યારે જ આવ્યો હોય છે. 
પૃથ્વીની ગતિ સાથે તાલ બેઠો હોય છે. જીવતરમાં પછી જ પ્રાસ આવે છે. 
પછી જ કદમમાં રણકો સંભળાવવા લાગે છે. 
પછી જ પડઘાં ગુંજ બને છે. 
ને પછી જ સમૂહગાન બને છે.

ને પૃથ્વી પર નવું કંઈક ઊતરી આવી, સ્થાપિત થાય છે...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧

Flower Name: Hibiscus rosa-sinensis, Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China 
Significance: Blossoming of the New Creation
The more we concentrate on the goal, the more it blossoms forth and becomes precise. 

Saturday, 25 February 2017

...Blessing and...a plaything...


Ignorance and not illusion
Unaware and not burden 
Dormant and not non-potential 
Unawakened and not asleep seclusion 
Inert and not darkened 
Lamenting and not insignificant 
Evolution and not ceased, forever 
Sincere and not repetition 
Honest and not bare indifference 
Beautiful and not ugly avoidance 
Delightful and not sorrow substitutes
Progressive and not blind progression
Successive and not sealed succession 
Transparent and not opaque obstruction 
Transforming and not rigid fixation  
Opportunity and not cursed longevity 

'Morli',
Life is a blessing and earth is a plaything 
Live divinely, cherish in the human body...


Life!

The word itself has a life behind.

That means, it has inbuilt concept of movement...progression...

Something all the time emerges, surges , merges, restores...

The constant phenomenon is germination...coming to life from the life...

To get to live from, 
Something that is alive...
Something has a character of life, of living...

Regression, supression, depression would have been course of life...
Which is not...
Life is never working towards 'ending' the life. 

Though it has destined end, but it is the nature of reviving, in new set.

Nature of Life is never to fail. It has learned by default to go beyond. The Beyond is from whatever it has got, becomes the respective start.


Life is born with a course, with periodic milestones...just are as sure signs.

If sustain efforts and progressive intentions are added to that Life always blossoms with its full permament spring...

This permanence is then, where the Divine lives...

Love you Lord...
Your blessings to the world and the Life...

Thank you...

- Morli Pandya 
February, 2017

Flower Name: Dendranthema Xgrandiflorum, Florists' chrysanthemum 
Significance: Purified Dynamic Life Energy 
Superb, indomitable, all-powerful in its purity. 

Friday, 24 February 2017

શિવલિંગે નમું ને સહસા ઉદ્ભવે...


મનસાતીત વિશ્વે જે પ્રવેશી શકે,
નિષ્ઠ;  એકાગ્રતા ને સમર્પણ મધ્યે 
સૌપ્રથમ પ્રભુ સ્વરૂપ જે આવી મળે,
ધન્ય ધન્ય! નમન! હર હર મહાદેવ!

શિવલિંગે નમું ને સહસા ઉદ્ભવે,
પ્રચંડ પડછંદ શાલીન સૌમ્ય હળવે,
સ્મિતધરી સહ્રદયી આભા જે ચમકે!
વાત્સલ્ય સખારૂપ, હર હર મહાદેવ!

આ શું? કલ્પનચિત્ર કે હકીકત દીસે?
વારેતહેવારે, દર સ્પર્શે, હાટકેશ પ્રગટે!
પ્રસન્ન જીવડો, વ્યસની, આતુર બને,
નિર્મળ ઊદ્ધારક, હર હર મહાદેવ!

ત્રિશુળ, ડમરુ, ચર્મ, ભસ્મ પહેરવેશ!
વિષધારી કંઠ ને ગંગા-ચંદ્ર જટાકેશ!
ત્રિવિધનેત્રી મસ્તકે ગૂઢ સત્ય સમેટ,
'મોરલી' નતમસ્તક! હર હર મહાદેવ!

અંતઃકરણથી આભાર પ્રભુ...
જય શિવશંકર...જય ભોલેનાથ...


દૈવી સ્વરૂપો...
દરેકને વહેંચાયેલાં અલગ અલગ તત્વઅંશો અને ચેતના.
દરેકની વિશેષતા અને એની સ્થૂળ જીવન સાથે સાંઠગાંઠ.

મનુષ્ય જીવનને આજીવન અવલંબન રહે અને નિર્ભર રહી શકે તેવી અસરકારક તજવીજ.

પૂર્ણયોગનાં માર્ગે, અમુક હદ પસાર કર્યા પછી દૈવી સ્વરૂપોનો પ્રદેશ સંપર્ક આવે...એમની સમજ, દર્શન અને વિશિષ્ટતાનો પરિચય મળે. કયાં કયા સંદર્ભમાં કોની કઈ ભૂમિકા, કેવીરીતે સક્રિય બને અને હોય એનો અંદેશો મળે...નિષ્ઠ સાધકને પરિચય પણ મળે...

જેતે દૈવીતત્વની કરુણા દ્રષ્ટિ, એ સંપર્કની નિયમિતતા અને નિશ્ચિતતા નક્કી કરે. 

હા, એ દરેક દૈવીસ્વરૂપોની અનન્ય ભક્તિ અને આરાધના કરીને જે તે સ્વરૂપની પસંદગી ઊતારી શકાય.


અહીં વાત,
એ પ્રદેશનાં પ્રિય થવાની છે. 
જયાં પછી જેતે સમયને યોગ્ય જેતે દૈવી ચેતના, આપમેળે અભિપ્રેત થાય અને દિવ્યકર્મની પ્રસાદી સાધનાને મૂળભૂત અને મજબૂત બનાવતી રહે.

શિવની દૈવીશક્તિ પણ પછી તો અવિરત, સન્મુખ અને સક્રિય...

વંદન...વંદન...પ્રભુ!

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧

Flower Name:Bougainvillea 
Significance: Protection of the Gods
Luminous and clear-visioned

Thursday, 23 February 2017

... શિવ સ્વરૂપ પણ શ્વેત...



એક એવું અતિમનસ વિશ્વ છે
જયાં શિવ સ્વરૂપ પણ શ્વેત છે.

એક એવું સુવર્ણિમ વિશ્વ છે.
પરિવર્તિત શિવચિત્ત સર્વે છે.

એક એવું સુદિપ્ત વિશ્વ છે.
ભસ્મવિલીન શિવ સત્ય છે.

એક  દિવ્ય પ્રતિક વિશ્વ છે.
પ્રબુદ્ધ શિવલીન પ્રવૃત છે.

'મોરલી' વંદે, પ્રગટો પ્રભો હે!
બક્ષો સક્રિય શિવતત્વ હર હરને...

સાભાર સાષ્ટાંગ દંડવત નમન!
હરહર મહાદેવ...
જય શ્રી હાટકેશ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧


વંદુ શંભો! હર હર હજો.
ત્રિનેત્રી દ્રષ્ટિ સજો.

વંદું નટરાજ! મંત્રે વસજો.
શિવ સત્ય બક્ષજો.

વંદું નીલકંઠ! કંઠે ઠરજો.
ત્રિવિધ સતે વહેજો.

વંદું મહાદેવ! જન્મે રહેજો.
શીરે રક્ષક થજો.

વંદું હાટકેશ! આ ભવ ખરો,
ભવોભવ મળે તવ તણો.

વંદું શંકર! તવ શરણ હો,
પળે જણે સદા મળો...

મહાશિવરાત્રી વંદન પ્રભુ...
'મોરલી' આભારી...
*માર્ચ, ૨૦૧


હે નટરાજ, તારું તાંડવ નર્તન!
સત ઢંઢોળતું, ભ્રહ્માંડ મંથન!

મનુષ્યદેહમાં જીવને શિક્ષણ!
નિર્વાણાતીત પથ, પૂર્ણ દર્શક!

પ્રાગટ્ય તવ, અસીમકૃપા મય!
ઓગળે તત પશ્યાત, અંતર વિષ!

'હર' દ્રષ્ટિ પડ્યે, જીવ ઊત્થાન!
ધારણાશક્તિ કોઠે સ્થાપન!

આત્મે શિવમંત્ર અવિરત ઊચ્ચારણ!
જન્મોજન્મ, મહાદેવ કાર્યકારણ!

સર્જન-વિસર્જન તવ સૃષ્ટિ પ્રવાહ!
પુનઃ વિષ્ણુદર્શન, પ્રારંભે નવસર્જન!

'મોરલી' વંદે…વંદે શ્રી શિવશંકર...
*ફેબ્રુઆરી ૧૭, ૨૦૧૫


ઓ નીલકંઠધારી! આજ મહાશિવરાત્રી!
નમું હું સાષ્ટાંગદંડવત ઓ ત્રિશુલ-સર્પ-જટાધારી!

સૃષ્ટિ ઊગારક! અસુર વિનાશક!
તવ ચરણોમાં સર્વ ઉજાગર!

ગ્રહણ કરો સહુ અ-દૈવ ઓ ઉપકારક!
જીવન-જન્મ-વિધી-વિધાન પણ તમશરણે બધું શુધ્ધ! ઓ ઉદ્ધારક!

ઓ શિવ-શંભો! સ્તુતિ તમારી નિશદિન સાર્થક,
બ્રહ્માંડના બસ! એક ત્રિનેત્ર ધારક!

પ્રચંડ-પાંગળું, અતિ-નહિવત ઝીલતાસર્વ ઓ ગંગાધારક!
યોગ્ય-અનુરૂપ જીવન બક્ષો, સર્વમાં જીવંત ઓ કારક!

મહાદેવ હર માનવ મન ને અંતર મહી પાવત,
ક્ષમતા હર એક-એકમાં એ તમ જાણત,

‘ૐ નમઃ શિવાય’નો નાભિ-નાદ રક્ષાત્મક,
સર્વસ્વ, સર્વરૂપ, સર્વપ્રભાવી, ઓ જગતકારણ!

બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સંસારના સર્જક,વાહક ને ઓ વિસર્જક!
ત્રિભુવન ત્રિવિધ રૂપ-ગતિમાં એક અદભૂત ઓ ભોળાનાથ અદ્વિતીય!

ઓ નટરાજ! ઓ હાટકેશ! ઓ શિવ-શંકર!
‘મોરલી’ આપની સદૈવ નેક ઉપાસક …
 *ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૪

પ્રણામ પ્રભુ!
 નમો નમઃ   

Wednesday, 22 February 2017

Sincerity...


If one wants, sincerely
Ask and ask, sincerely

Be persistent, sincerely 
Even in belief, sincerely

As has only way, sincerely
With all faith, sincerely

Firm to get answer, sincerely
With sincerity,  sincerely

'Morli', To be sincere, sincerely
Then Divine armours sincerely...


Sincerity...
To be sincere...
To be in conviction for persistent...
Not to miss out even one time...
Driven by almost like an urge...

Possible only when the whole being is in harmony. Sincere one does not have heart and head dilemma. 

One would do for the sake of doing and keep doing no matter what from the other end. 

The intention, thought, expression, action...the whole sequence is in sink...it does what it is supposed to...

There is not strain and struggle, debate and confusion between the preference and power.

Sincerity is from heart domain. If doubt persist, consistency of other things cannot survive. So consecutively, continuously doing things with same intention and there by concerned actions is not possible.


It is a matter of some thing which comes from within, a type of behaviour with a specific backbone...a character which forms personality...

Sincere ones are those who even the Divine would prefer the most. Because one is either sincere or not. There is no in-between...These ones are trust-worthy in deliverables...

Sincere ones are with package of concern, compassion and with somewhat dare...

Thank you...

- Morli Pandya 
February, 2017

Flower Name: Aster amellus, Italian aster
Significance: Sincerity in the Vital 
The sure way to realisation.  
A sincere heart is worth all the extraordinary powers in the world.
Sincerely means more than honesty. It means that you mean what you say, feel what you profess are earnest in your will. As the sadhak aspires to be an instrument of the Divine and one with the Divine, sincerity in him means that he is really in earnest in his aspirations and refused all other will or impulse except the Divine's. SA

Tuesday, 21 February 2017

Gratitude!


Gratitude!

For letting me gaze into your eyes
And say, "Thank you"...

For that acknowledging shine
Awed I am, "Thank you"...

For that release of cellular tights
With emergence of "Thank you"...

For springing inner-outer, sublime
In spontaneity "Thank you"...

For giving optimum use of time
Simply indebt "Thank you"...

For 'no you - no I' separate, in divide
'Morli' in humbled bow, "Thank you"...

- Morli Pandya 
February, 2017


Lord...

Thank you for this day and night
For this life and the way survive!

Thank you for all the in and the out
For the blessed being and its sprout!

Thank you for surround and soul
For it's the system and the whole!

Thank you for today and many more
For the awareness, experiences all!

Thank you for the birth towards birth
For every renewing life set and stage !

Thank you for this sunrise and daylight
For every ray of beauty and delight!

'Morli' thanks no less Lord...
*August 25, 2015


Thank you Lord for being so kind,
For making me part of this world, time

Thank you for blessing with this stride,
For letting that emerge and shine

Thank you for having with such tribe
For surrounding with so much light

Thank you for granting that sight
For emanating through, joy and smile

Thank you for liberating in this life
For allowing ‘Morli’ progress to divine high

Love you Ma…Thank You Lord…
*October 28, 2014


Thank you Lord...

'Thank you' is my prayer...
'Thank you' That I offer...
Entire being grateful
That's what is surrendered.

For each moment thanking...
Action, intend, thought, speech...
The organic and the eternal
Every part of being.

Source, resources you give...
For system of instrumenting...
Grateful immense ever
'Morli' the birth living.
*February, 2016

Flower Name: Operculina turpethum, Wood rose
Significance: Integral Gratitude 
The whole being offers itself to the Lord in absolute trust. 

Monday, 20 February 2017

આ તો, મા અને...


આ તો, મા અને શ્રીની દોરવણી
હાથ-હથિયાર હેઠાં, એ જ તૈયારી... 

'હું-મને-મારી' કયાં જવાબદારી
એવી-એટલી કયાં પહોંચ પાછી?

રોજ દિવાળી અને રોજ અષ્ટમી
માત સ્વરૂપોની દર્શન લ્હાણી...

એ માર્ગદર્શનની અચૂક પૂરવણી
એ દીવે ભરપૂર ઝગમગ રોશની...

હૈયે અણનમ ઊજળી સૂર્ય સવારી
અપૂર્વ ચક્રધર દોમદોમ સાહ્યબી...

અસ્તિત્વે શ્વસે રૂડી મા ચતુરરૂપી
'મોરલી', ચૈતન્ય-સત્ય-આનંદમયી...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી, ૨૦૧


મા...

તું જ મારી સ્ફુરણા ને તું જ મારી પ્રેરણા,
આ જગમાં છિપાવે તું જ મારી જીવન-તૃષ્ણા…

તું જ મારો શબ્દ ને તું જ એનો અર્થ,
આ જગમાં સંતોષાતો તું જ મારો જીવન-મર્મ

તું જ મારું નિશાન ને તું જ મારી રાહ,
આ જગમાં ખૂંદાતી તું જ મારી જીવન-દિશા…

તું જ મારું સ્પંદન ને તું જ મારું વલણ,
આ જગમાં મારું તું જ કરે જીવન-વહન…

તું જ મારું કારણ ને તું જ મારાવતી કર્તા,
‘મોરલી’ જગ, તવ ચરણે કર્તવ્ય કર્મ સદા…
*નવેમ્બર ૧૯, ૨૦૧૪


મા...તારું દર કાર્ય ઉત્સવ નિશ્ચિત!
નિરંતર, નિર્વિકલ્પ, નિર્ભાર તમ નિર્ણીત!

તારું કાર્ય જ્યાં, ત્યાં અનાયાસ તજવીજ!
અભિન્ન, સ્વાભાવિક, મૌલિક, તમ સુવિદિત!

તારું કાર્ય, ત્યાં હારબંધ ક્રિયાઓ ઉચિત,
આપોઆપ, એક પછી બીજી, કડી નિયોજિત!

તારું કાર્ય, સ્વયંભૂ સ્થાપિત સિદ્ધ સુવ્યવસ્થિત,
‘મોરલી’, એ જ ઘડાતું જે હોય ઘટિત…
*ઓક્ટોબર, ૨૦૧૪


મા, તુજ હાથ મારે શિરે,
સર્વ અમૂલ્ય તારે સ્પર્શે.

તું સર્વોપરી, સર્વકારી,
સર્વરક્ષી, તું સર્વવ્યાપી.

ઘડીએઘડીએ ઘટતું સર્વે
સંભાષણ તારું, શિખ પરત્વે.

ઊપર-નીચે-કોરે કોરે,
પ્રવર્તે પ્રભાવ નિરંતર ચૂમે.

દિવ્ય સાગર શીશ ઊર્ધ્વે,
ધોધ વહી કણ કણને સ્પંદે.

ઊર્જા, લક્ષ્ય, હાર્દ શ્વસે,
‘મોરલી’ સર્વસ્વ, તારે હસ્તે…
*ડિસેમ્બર ૧૮, ૨૦૧૪


 મા...

સર્વસ્વ તારી દેખરેખ,
આ પળેપળ! એકોએક!

ટેવટેકનેકન કંઈ શ્લેષ
ને સર્વ આવરિતસંપૂર્ણ છેક!



ભવ-સ્વરૂપ તવ ચરણે,
પછી ન ઢેરભેખ કે ભેદ!

ઊર્ધ્વચેતના વિસ્તરે ઠેઠ
ને ભૂમિ નર્યું કર્મક્ષેત્ર!



જીવન ઝીલે રવિતેજ,
ન ખૂણોઊણો કે નિસ્તેજ!

પ્રકાશે સઘળું શુદ્ધ શ્વેત
ને 'મોરલીમા-ખોળે હેમખેમ!



સર્વસ્વ તારી જ દેખરેખમા!
આ પળેપળ! એકોએક!
*એપ્રિલ ૬૨૦૧૫


મા...

તવ હાજરી ભરેલ હૈયું!
તન-મન-વચન સર્વ તું!
આ કર્ણ સૂણે સૂર સાદ તું!
દ્રષ્ટિ પ્રતિબિંબે ચિત્ર તું!

વાક વહ્યો દર શબ્દ તું!
ઊદરે પચ્યો અન્નકણ તું!
સમીર સ્પર્શ અહેસાસ તું!
મુખ ભીંજવતું મેઘબુંદ તું!

આરંભ-અંત કર્મ-ફળ તું!
કર્તા-ઊપભોક્તા મધ્યે તું!
સંસાધન-સાધન તત્વ તું!
સુયોગ-સંવાદિત ક્ષણ તું!

ઊર્ધ્વે-અંતરે છલોછલ તું!
સર્વસ્વ ભરે ઈન્દ્રિયો તું!
હે ભગવતી, સર્વોપરી તું!
તવ ચરણે 'મોરલી', તું જ તું!
*સપ્ટેમ્બર, ૨૦૧૫


મા...

તું જ સમજે ને તું જ જાણે!
આ તારો રાગવિરાગ છે.

તું જ પામે ને તું જ માણે!
આ તારો પંથ-કાજ છે.

તું જ ઝીલે ને તું જ ધરે!
આ તારો મતિમદાર છે.

તું જ પૂછે ને તું જ સૂચવે!
આ તારો શબ્દ-વિલાસ છે.

તું જ ઊડે ને તું જ નિરખે!
આ તારો આત્મમુકામ છે.

તું જ ચાહે ને તું જ પાંગરે!
આ તારો પ્રેમપ્રતાપ છે.

તું જ ખીલે ને તું જ ફૂલેફાલે!
આ તારો જીવનસંચાર છે.

તું જ જીવે ને તું જ જીવંત રહે!
આ 'મોરલી' અવસ્થામુકામ છે.
*ઓક્ટોબર, ૨૦૧૫