Sunday, 19 February 2017

મૃત્યુ વેળા, સ્વજનને...


મૃત્યુ વેળા, સ્વજનને ગૌરવવંતો 
જો આપી શકો દોમદોમ જાકારો...

સન્માનથી વિદાય, બને લ્હાવો
એવો ઈરાદો તો મૂલ્ય માંહ્યલો...

દુઃખ દર્દ સ્વાભાવિક નજારો
એમાંય ખસીને જો મૂકો નવીન ઈજારો...

જનાર તો જશે, સમયનો માર્યો
આ પક્ષેથી, શું મૂકાય છે પ્રાર્થનાઓ?

જેટલાં અહીં સત્ય શુદ્ધ ભાવ, વિચારો
મૃતકને મળશે ત્યાં ઝડપથી આશરો...

વટાવે કંઈક કેટલાંય સ્તરો ને પ્રદેશો
શુભ ભાવ અહીંનો, પહોંચાડશે પોબારો...

મૃત્યુનો 'મોરલી', ન મૂકવો સંતાપ, બળાપો
હ્રદયથી તર્પણ,પછીની સફરનાં સહાયકો...

મૃત્યુ...
એક અજાણી સફર...
જનાર માટે અને પાછળ રહી જનાર...
બંને માટે...

છતાં, 
શું જરૂરી છે કે મૃત્યુ સાથેભય, દુઃખ, સંતાપ, રિવાજી-શોક, પીડાદાયક વિધીઓ વિગેરે જોડવું? 
સહભાગી થવા માટે કારમું રુદન લાવવું?

હા, મૃત્યુનો મલાજો જરૂરી છે જેમ જીવનની દરેક અવસ્થાઓનો હોય તેમ...
પણ,
શું મૃત્યુને માનથી ન સમેટી શકાય? 
જનારને ખરી મદદ તો જ થાય જો વાતાવરણમાંથી આધ્યાત્મિક સહકાર મળે...
દુઃખ અને રુદન કરતાં શાંત વાતાવરણમાં પ્રભુ સ્મરણ હોય...
જીવ માટે શુભ ભાવ હોય...
એનાં જવામાં પાછળનાંનો સ્વાર્થ આડે લાવ્યાં કરતાં સુંદર સંભારણાં વાગોળાતાં હોય અને જેનાં દ્વારા જનાર જીવને ધરપત અપાતી હોય કે આમ આ નવી સફર પણ સંતુષ્ટિ જ મૂકશે...


પ્રભુગતિમાં વિશ્વાસ ને નવીન તબક્કામાં પ્રભુનો હાથ, અલબત્ત, પ્રાર્થના દ્વારા પકડાવી શકીએ તો અણસમજમાં પણ એ જીવને ઘણી મદદ પહોંચાડી શકાતી હોય છે...

સચ્ચાઈ ને સાચો પ્રેમ, કોઈ પણ તબક્કે અને પ્રદેશ માટે યોગ્ય જ અસર ઊપસાવી શકે છે...

પ્રભુ...પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧

Flower Name: Dahlia 
Significance: Dignity
Affirms its worth, but asks for nothing.

No comments:

Post a Comment