આ તો, મા અને શ્રીની દોરવણી
હાથ-હથિયાર હેઠાં, એ જ તૈયારી...
'હું-મને-મારી' કયાં જવાબદારી
એવી-એટલી કયાં પહોંચ પાછી?
રોજ દિવાળી અને રોજ અષ્ટમી
માત સ્વરૂપોની દર્શન લ્હાણી...
એ માર્ગદર્શનની અચૂક પૂરવણી
એ દીવે ભરપૂર ઝગમગ રોશની...
હૈયે અણનમ ઊજળી સૂર્ય સવારી
અપૂર્વ ચક્રધર દોમદોમ સાહ્યબી...
અસ્તિત્વે શ્વસે રૂડી મા ચતુરરૂપી
'મોરલી', ચૈતન્ય-સત્ય-આનંદમયી...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૭
મા...
તું જ મારી સ્ફુરણા ને તું જ મારી પ્રેરણા,
આ જગમાં છિપાવે તું જ મારી જીવન-તૃષ્ણા…
તું જ મારો શબ્દ ને તું જ એનો અર્થ,
આ જગમાં સંતોષાતો તું જ મારો જીવન-મર્મ
તું જ મારું નિશાન ને તું જ મારી રાહ,
આ જગમાં ખૂંદાતી તું જ મારી જીવન-દિશા…
તું જ મારું સ્પંદન ને તું જ મારું વલણ,
આ જગમાં મારું તું જ કરે જીવન-વહન…
તું જ મારું કારણ ને તું જ મારાવતી કર્તા,
‘મોરલી’ જગ, તવ ચરણે કર્તવ્ય કર્મ સદા…
*નવેમ્બર ૧૯, ૨૦૧૪
મા...તારું દર કાર્ય ઉત્સવ નિશ્ચિત!
નિરંતર, નિર્વિકલ્પ, નિર્ભાર તમ નિર્ણીત!
તારું કાર્ય જ્યાં, ત્યાં અનાયાસ તજવીજ!
અભિન્ન, સ્વાભાવિક, મૌલિક, તમ સુ વિદિત!
તારું કાર્ય, ત્યાં હારબંધ ક્રિયાઓ ઉચિત,
આપોઆપ, એક પછી બીજી, કડી નિયોજિત!
તારું કાર્ય, સ્વયંભૂ સ્થાપિત સિદ્ધ સુવ્યવસ્થિત,
‘મોરલી’, એ જ ઘડાતું જે હોય ઘટિત…
*ઓક્ટોબર, ૨૦૧૪
મા, તુજ હાથ મારે શિરે,
સર્વ અમૂલ્ય તારે સ્પર્શે.
તું સર્વોપરી, સર્વકારી,
સર્વરક્ષી, તું સર્વવ્યાપી.
ઘડીએઘડીએ ઘટતું સર્વે
સંભાષણ તારું, શિખ પરત્વે.
ઊપર-નીચે-કોરે કોરે,
પ્રવર્તે પ્રભાવ નિરંતર ચૂમે.
દિવ્ય સાગર શીશ ઊર્ધ્વે,
ધોધ વહી કણ કણને સ્પંદે.
ઊર્જા, લક્ષ્ય, હાર્દ શ્વસે,
‘મોરલી’ સર્વસ્વ, તારે હસ્તે…
*ડિસેમ્બર ૧૮, ૨૦૧૪
મા...
સર્વસ્વ તારી દેખરેખ,
આ પળેપળ! એકોએક!
આ પળેપળ! એકોએક!
ટેવ, ટેક, નેક; ન કંઈ શ્લેષ
ને સર્વ આવરિત, સંપૂર્ણ છેક!
ભવ-સ્વરૂપ તવ ચરણે,
પછી ન ઢેર, ભેખ કે ભેદ!
પછી ન ઢેર, ભેખ કે ભેદ!
ઊર્ધ્વચેતના વિસ્તરે ઠેઠ
ને ભૂમિ નર્યું કર્મક્ષેત્ર!
જીવન ઝીલે રવિતેજ,
ન ખૂણો, ઊણો કે નિસ્તેજ!
ન ખૂણો, ઊણો કે નિસ્તેજ!
પ્રકાશે સઘળું શુદ્ધ શ્વેત
ને 'મોરલી' મા-ખોળે હેમખેમ!
સર્વસ્વ તારી જ દેખરેખ, મા!
આ પળેપળ! એકોએક!
આ પળેપળ! એકોએક!
*એપ્રિલ ૬, ૨૦૧૫
મા...
તવ હાજરી ભરેલ હૈયું!
તન-મન-વચન સર્વ તું!
તન-મન-વચન સર્વ તું!
આ કર્ણ સૂણે સૂર સાદ તું!
દ્રષ્ટિ પ્રતિબિંબે ચિત્ર તું!
દ્રષ્ટિ પ્રતિબિંબે ચિત્ર તું!
વાક વહ્યો દર શબ્દ તું!
ઊદરે પચ્યો અન્નકણ તું!
ઊદરે પચ્યો અન્નકણ તું!
સમીર સ્પર્શ અહેસાસ તું!
મુખ ભીંજવતું મેઘબુંદ તું!
મુખ ભીંજવતું મેઘબુંદ તું!
આરંભ-અંત કર્મ-ફળ તું!
કર્તા-ઊપભોક્તા મધ્યે તું!
કર્તા-ઊપભોક્તા મધ્યે તું!
સંસાધન-સાધન તત્વ તું!
સુયોગ-સંવાદિત ક્ષણ તું!
સુયોગ-સંવાદિત ક્ષણ તું!
ઊર્ધ્વે-અંતરે છલોછલ તું!
સર્વસ્વ ભરે ઈન્દ્રિયો તું!
સર્વસ્વ ભરે ઈન્દ્રિયો તું!
હે ભગવતી, સર્વોપરી તું!
તવ ચરણે 'મોરલી', તું જ તું!
તવ ચરણે 'મોરલી', તું જ તું!
*સપ્ટેમ્બર, ૨૦૧૫
મા...
તું જ સમજે ને તું જ જાણે!
આ તારો રાગવિરાગ છે.
આ તારો રાગવિરાગ છે.
તું જ પામે ને તું જ માણે!
આ તારો પંથ-કાજ છે.
આ તારો પંથ-કાજ છે.
તું જ ઝીલે ને તું જ ધરે!
આ તારો મતિમદાર છે.
આ તારો મતિમદાર છે.
તું જ પૂછે ને તું જ સૂચવે!
આ તારો શબ્દ-વિલાસ છે.
આ તારો શબ્દ-વિલાસ છે.
તું જ ઊડે ને તું જ નિરખે!
આ તારો આત્મમુકામ છે.
આ તારો આત્મમુકામ છે.
તું જ ચાહે ને તું જ પાંગરે!
આ તારો પ્રેમપ્રતાપ છે.
આ તારો પ્રેમપ્રતાપ છે.
તું જ ખીલે ને તું જ ફૂલેફાલે!
આ તારો જીવનસંચાર છે.
આ તારો જીવનસંચાર છે.
તું જ જીવે ને તું જ જીવંત રહે!
આ 'મોરલી' અવસ્થામુકામ છે.
આ 'મોરલી' અવસ્થામુકામ છે.
*ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment