વ્યાખ્યિત કાવ્યની કયાં વાત?
આ તો, પરે બ્રહ્મથી ઊતરતી સૌગાદ...
રૂઢિગત બાંધણીનો લાગે અભાવ!
આ તો, સતપ્રદેશથી અવતરતો પ્રાસ...
રૂપક, મુક્તક, સાહીત્યિક કચાશ?
આ તો, સાતત્ય ઝરતી અક્ષરી કતાર...
ગદ્ય કે પદ્યની ન કોઈ શરૂઆત!
આ તો, ચૈત્ય ખૂણેથી વહે ચૈત્યિક સાર...
અજબ શૈલીમાં અણજાણી રજૂઆત!
આ તો, દિવ્યની પસંદગી, એનો પ્રતાપ...
રૂડું કાવ્ય તો જ, જો ભેળાં લય-તાલ?
આ તો, સત્ય વ્યકતતું સંદર્ભધ્યાન...
ભારેખમ ને લાગે અઘરાં ભાવાર્થ!
'મોરલી', પેઢીઓનો બનશે પથપ્રકાશ...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી,૨૦૧૭
એક એક વ્યક્તવ્ય છે પગલાં
ને પૃથ્વીથી ગગનની યાત્રા!
જ્યાં જ્યાં જન્મારાં બોલતાં
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
ને પૃથ્વીથી ગગનની યાત્રા!
જ્યાં જ્યાં જન્મારાં બોલતાં
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
થોડે થોડે અંતરે છે પ્રદેશ
ને દરેક વિશેષ, ક્ષેત્ર શ્રેષ્ઠ!
જે જે વણથંભી ખેપ માટે તૈયાર
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
ને દરેક વિશેષ, ક્ષેત્ર શ્રેષ્ઠ!
જે જે વણથંભી ખેપ માટે તૈયાર
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
ઘડી ઘડીની છે અનુભૂતિ
ને માણી એટલી અધૂરી!
જેની જેની તરસ માંગશે તૃપ્તિ
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
ને માણી એટલી અધૂરી!
જેની જેની તરસ માંગશે તૃપ્તિ
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
'મોરલી' પ્રભુનું ચીંધ્યું છે કામ
ને લાવે નીત નવું સાચ
જે જે પ્રભુ; પસંદ ને લગાવ
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
ને લાવે નીત નવું સાચ
જે જે પ્રભુ; પસંદ ને લગાવ
તેનાં બનશે એ નકશા ને ભોમિયા...
*જુલાઈ, ૨૦૧૬
મા, તારાંકોષેથી શબ્દસવારી આવે
ને હ્રદય મધ્યે વાકસરવાણી સ્ફુરે.
મા, તારાંકોષેથી...
ને હ્રદય મધ્યે વાકસરવાણી સ્ફુરે.
મા, તારાંકોષેથી...
એ અક્ષરો મોજમાં નાચતાં આવે
ને હ્રદય સંવેદનમાં સૂર ભભરાવે.
મા, તારાંકોષેથી...
ને હ્રદય સંવેદનમાં સૂર ભભરાવે.
મા, તારાંકોષેથી...
એ સમજ મસ્તીનાં રંગમાં આવે
ને હ્રદય અનુભૂતિનો સ્પર્શ પામે.
મા, તારાંકોષેથી...
ને હ્રદય અનુભૂતિનો સ્પર્શ પામે.
મા, તારાંકોષેથી...
અવસ્થા ભાવવિભોર થતી આવે
ને, હ્રદય ઊંડે સુધી એ રંગત માણે.
મા, તારાંકોષેથી...
ને, હ્રદય ઊંડે સુધી એ રંગત માણે.
મા, તારાંકોષેથી...
ક્ષણો તાદાત્મ્ય સઘન લઈ આવે
ને હ્રદય સહજ એ અવતરણ ઝાલે.
મા, તારાંકોષેથી...
ને હ્રદય સહજ એ અવતરણ ઝાલે.
મા, તારાંકોષેથી...
એ ચેતના સત્ય દેહસ્વરૂપે આવે
ને 'મોરલી' સમર્પણમાં સર્વ પધરાવે.
મા, તારાંકોષેથી...
ને 'મોરલી' સમર્પણમાં સર્વ પધરાવે.
મા, તારાંકોષેથી...
*ઓક્ટોબર, ૨૦૧૫
મા, તમને ખબર છે આ શબ્દોની શું કમાલ છે?
પદ્યમાં તત્વનું જ્ઞાન ભરી પીરસાવાય છે!
લખનાર અને વાંચનાર બંનેને સાચા-સૂચક અનુભવાય છે!
મા, આ શબ્દોની એવી તો કમાલ છે!
મનમાં હાશ! અને દિલમાં જોશ ભરી જાય છે,
સર્વને તારી કૃપાનો આ સ્વાદ મીઠો અનુભવાય છે…
એવા હળવા, પારદર્શક ને ધારદાર નીકળે છે
પચાવનારને ભાર વિહીન; ને તમ ચરણોમાં વિશ્વાસ અનુભવાય છે…
એની ગોઠવણમાં પણ પ્રભુના દર્શન થાય છે,
જીવન કર્મ ને પ્રભુકરણ માં માનવ-વલણનો માર્ગ અનુભવાય છે…
બીજું તો શું મા! પણ આ શબ્દો થકી,
તવ કૃપા ભીંજતી રહે અને સામો ‘મોરલી’ સમર્પણ સહ આભાર!
આમ અરસપરસનો વ્યવહારઅનુભવાય છે…
*જાન્યુઆરી ૨૦, ૨૦૧૪
Flower Name: Wisteria sinensis, Chinese wisteria
Significance: Poetic Ecstasy
Rare and charming is your presence
No comments:
Post a Comment