માટી ને દેહની એક જ જ્ઞાતિ
એક ધરતી તો જણજાત બીજી...
અણુ-અણુ ની, ચડતી-પડતી
અણુ-અણુ ની, ચડતી-પડતી
ફરક એટલો જ. પ્રણેતા શ્રીજી...
સર્જનહારે દીધી ભિન્ન ઘાટી
મૂળે એક, ઘડામણરીત ભાંતી...
ખરતી ને મરતી, અંત સ્થિતી
અંતે તો બંનેમાં વસે સૃષ્ટિ...
ભળે એકમેકમાં, એકરસ સમી
બને ધરા, એ ભેળથી ફળદ્રુપી...
કંઈક જીવોની જીવનકથની
એકથી બીજી કે અદલાબદલી!
ઊગે સૃષ્ટિથી. મટે વળી, મહીં!
ગતિચક્રની, જોને! કેવી ગતિ?
દેહધારી ભલે અંતે તો માટી,
પલટે જીવની, જો માંહ્યલે જુદી...
જીવવું 'મોરલી', જીગરધારી
દિવ્ય ખેંચતું અવતરણકારી...
અંતે તો બધું કણ-કણનું સામ્રાજ્ય છે.
અણુ એ અણુ એ જોડાયેલું છે.
અનંતની રંગતમાં છે.
ઘાટ-ઘડામણ હશે જુદા પણ વિસ્તાર તો એકસરખો પથરાયેલો છે.
એક નહીં તો બીજાં સ્વરૂપે, જીવંત ને વળી નિર્જીવ રૂપે, કળને અકળ રૂપે...
જાણે અમરતવનાં દાન પરિણામે...
મનુષ્ય બુદ્ધિ જયાં સુધી ને જેટલું સમજી, સમજાવી શકે ત્યાં બધે જ ફક્ત 'માટી' એટલે કે જોડાણ...
દેહમાં છે, દેહ છે...માટે જે જરા જેટલો પણ જુદારો છે...એનું અપાર સન્માન છે...
મૃત્યુ પછી તો એ પણ ભળશે...
માટી મટી, માટીમાં ભળશે...
ધરા, એની જ વિભિન્નતાને, સમયને સાથે, ઓગાળી દેશે!
સૂર્ય-ચંદ્રની જેમ, જન્મો સાથે દેહો પણ ઊગશે ને અસ્ત થશે...
અહીં, પછી, જો ભીતરમાં ખરી માટી હશે તો કશુંક જીવંત મૂકી જશે...
માટી તો અમર થઈ ગઈ, પણ સાથે આત્મસાત થયેલા તત્વોની અમરગાથા જોડતી જશે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૭
Flower Name: Gomphrena globosa
Globe amaranth, Bachelor's button
Significance: Immortality
Forms are in perpetual transformation; identify yourself with the Immortal Consciousness and you will become it.
Immortality is meant the consciousness which is beyond birth and death, beyond the chain of cause and effect, beyond all bondage and limitation, free,blissful, self-existence in conscious -being, the consciousness of the Lord, of the supreme Purusha, of Sachchidananda.SA
No comments:
Post a Comment