પળને પણ મૂકી ચાલ
નવી મળશે આપોઆપ
જરા, શીખ નવી ચાલ
મક્કમ ધરજે, નિર્ધાર...
જો જે ન રહે કાચી કચાશ
ઢીલી, થરકતી સહેજે કંપાશ
દ્રઢ આત્મ-બળ ને આધાર
પાછુ વળી ન જોજે ક્યાંક...
આ તો આધ્યાત્મનો ઊજાસ
પોતાનાંથી, પોતાનો અભ્યાસ
પળ ભૂસો ને ભૂસો જાત
ન સમય કે સ્વનો હિસાબ...
દ્રશ્ય-અદ્રશ્ય જગનો ક્યાસ
સમજી, જાણી, મૂકો ભૂતકાળ
આગળ કંઈક કેટલું ઊમેરાય
ઊત્ક્રાંત ને સક્ષમ જાત...
ખૂલતો સમયનો સ્વભાવ
ને સાથે સ્વરૂપનો વર્તાવ
પળેપળ નવ રીત ને કાજ
'મોરલી' નમ્ય, આવકાર્ય બદલાવ...
પ્રમાણિકતા, સ્થગિત થવામાં નથી...નથી સમય સાથે કે પોતાની જાત સાથે...
વહેણને બાંધવાથી પ્રવાહ મર્યાદિત થઈ જાય છે છતાં એનો મૂળ સ્વભાવ જતો નથી, પ્રવાહિતા નથી જતી...
કંઈ કેટલુંય આવિષ્કારનો હિસ્સો છે. કહો કે બધું જ...આ લખાય ને વંચાઈ રહ્યું છે એ પણ તો...
જીવન શેમાં રોપવું અને શું ઊગતું જોવું - એમાં બધું સમાય છે. જે ભાવ અને ભાવાર્થથી સીંચવામાં આવે છે તે અંકુરિત થવાનું જ છે.
આવિષ્કાર શું એક જ હોય, કે જૂજ જ હોય? જો ભાગ્યે જ ન થાય તો આવિષ્કાર ન કહેવાય?
આ સૃષ્ટિ, એમાં પનભતું જીવન ને એને અનુભવતું દર જણ-જીવ-જંતુ...શું આ અદ્ભૂત નથી?
અને એ પોતાનામાં સમસ્ત હોવું ને છતાંયે,
એ સભાનતા હોવી કે હજી અણદીઠું સર્વસ્વ ઘણું બાકી છે ને,
એ એનાં સમયે, સમયે સમયે, ખુલશે...
વાહ પ્રભુ!
બસ!
માણસે તો મૂકતાં જવું...
આવતું નવું, લેતાં રહેવું...
જરૂર આવી તો, મૂકતાં રહેવું...
ગતિચક્રમાં ગતિ બનવું...
પછી,
બધું જ આવિષ્કારી ને અનુપમ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી,૨૦૧૭
Flower Name: Cytisus scoparius, Gold finch broom, Normandy broom, Scotch broom
Significance: Inventions
Are useful only when they are controlled by the Divine.
No comments:
Post a Comment