Saturday, 4 February 2017

વિવશ છે આ...


વિવશ છે આ હ્રદય 
સમર્પણ વગર જોને પળેપળ 
ક્યાંથી ફાવે એવું હ્રદય 
જે મન અનુસરે, અર્પણ વગર?

સમજને સમજાવે હ્રદય
નરી મનપાંખે, તો ચાલે ભરમ
ક્યાંથી ફાવે, રુંધાતું હ્રદય
જે જડબેસલાક, અર્પણ વગર?

ગતિને નમતું હ્રદય
વિરોધ, વિઘ્ન બેપરવાહ પસંદ
ક્યાંથી ફાવે, બંધક હ્રદય
જે સુષ્ક સુસ્ત સખ્ત, અર્પણ વગર?

'મોરલી', જીવનને જોડતું હ્રદય
મસ્ત, ખમતીધર અડીખમ
ક્યાંથી ફાવે, વણસીંચ્યું હ્રદય
જે બિનબળતણનું, અર્પણ વગર?


સમર્પિત હ્રદય ને જીવન, હંમેશા મઘમઘતું હોય કારણ એમાંથી વાયુ, વાદ, વિકાર હણાઈ ગયાં હોય છે.

સતત અર્પણ પછી એક સમયે આત્માને કૂંચી અપાઈ ગઈ હોય છે. કૂંચી પણ, આત્મા જ તો હોય છે
અને એ જ અજાયબ, અચંબી દુનિયાનો સહુથી જૂનો અને વયસ્ક જોડીદાર પણ... 

સદીઓથી, જન્મોથી જીવતો રહેતો...નવાં નવાં તન, મન, પ્રાણનાં પડળો ને વસ્ત્રો બદલતો...ચિરાયુ!


એની જ તો જરૂર હોય છે,
આ મનુષ્ય જીવન ને જીવતરનો અનુભવ...
બીજ વગર ફળ કે વૃક્ષ કયાંથી?

સદાકાળ જીવંત અને કાળ અનુસંગી, આત્માની પ્યાસ અને મીઠાશને અવગણીને માણસ કયાંથી થવાય?
સમર્પણ અંતે તો એને જ આહવાન છે કે, 
"લે, હે આતમા! આ બધું જ વર્તાતું, યા હોમ...
ચાલ, ભોમિયો બનીને લઈ ચાલ જીવને દોમ...દોમ..."

ધન્ય ધન્ય પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧
Flower Name: Ravenia spectabilis 
Significance: Happy Heart 
Smiling, peaceful, radiant,without a shadow. 
For your heart to remain happy keep it always filled with gratefulness. Gratefulness is the surest way to the Divine. TM

No comments:

Post a Comment