Friday, 24 February 2017

શિવલિંગે નમું ને સહસા ઉદ્ભવે...


મનસાતીત વિશ્વે જે પ્રવેશી શકે,
નિષ્ઠ;  એકાગ્રતા ને સમર્પણ મધ્યે 
સૌપ્રથમ પ્રભુ સ્વરૂપ જે આવી મળે,
ધન્ય ધન્ય! નમન! હર હર મહાદેવ!

શિવલિંગે નમું ને સહસા ઉદ્ભવે,
પ્રચંડ પડછંદ શાલીન સૌમ્ય હળવે,
સ્મિતધરી સહ્રદયી આભા જે ચમકે!
વાત્સલ્ય સખારૂપ, હર હર મહાદેવ!

આ શું? કલ્પનચિત્ર કે હકીકત દીસે?
વારેતહેવારે, દર સ્પર્શે, હાટકેશ પ્રગટે!
પ્રસન્ન જીવડો, વ્યસની, આતુર બને,
નિર્મળ ઊદ્ધારક, હર હર મહાદેવ!

ત્રિશુળ, ડમરુ, ચર્મ, ભસ્મ પહેરવેશ!
વિષધારી કંઠ ને ગંગા-ચંદ્ર જટાકેશ!
ત્રિવિધનેત્રી મસ્તકે ગૂઢ સત્ય સમેટ,
'મોરલી' નતમસ્તક! હર હર મહાદેવ!

અંતઃકરણથી આભાર પ્રભુ...
જય શિવશંકર...જય ભોલેનાથ...


દૈવી સ્વરૂપો...
દરેકને વહેંચાયેલાં અલગ અલગ તત્વઅંશો અને ચેતના.
દરેકની વિશેષતા અને એની સ્થૂળ જીવન સાથે સાંઠગાંઠ.

મનુષ્ય જીવનને આજીવન અવલંબન રહે અને નિર્ભર રહી શકે તેવી અસરકારક તજવીજ.

પૂર્ણયોગનાં માર્ગે, અમુક હદ પસાર કર્યા પછી દૈવી સ્વરૂપોનો પ્રદેશ સંપર્ક આવે...એમની સમજ, દર્શન અને વિશિષ્ટતાનો પરિચય મળે. કયાં કયા સંદર્ભમાં કોની કઈ ભૂમિકા, કેવીરીતે સક્રિય બને અને હોય એનો અંદેશો મળે...નિષ્ઠ સાધકને પરિચય પણ મળે...

જેતે દૈવીતત્વની કરુણા દ્રષ્ટિ, એ સંપર્કની નિયમિતતા અને નિશ્ચિતતા નક્કી કરે. 

હા, એ દરેક દૈવીસ્વરૂપોની અનન્ય ભક્તિ અને આરાધના કરીને જે તે સ્વરૂપની પસંદગી ઊતારી શકાય.


અહીં વાત,
એ પ્રદેશનાં પ્રિય થવાની છે. 
જયાં પછી જેતે સમયને યોગ્ય જેતે દૈવી ચેતના, આપમેળે અભિપ્રેત થાય અને દિવ્યકર્મની પ્રસાદી સાધનાને મૂળભૂત અને મજબૂત બનાવતી રહે.

શિવની દૈવીશક્તિ પણ પછી તો અવિરત, સન્મુખ અને સક્રિય...

વંદન...વંદન...પ્રભુ!

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧

Flower Name:Bougainvillea 
Significance: Protection of the Gods
Luminous and clear-visioned

No comments:

Post a Comment