Saturday, 10 June 2017

તારાં ખોળે ધન્ય!


તારી માટીને આ ભ્રકુટીએ લગાવી,
તારાં કણ-ભભૂતિથી તિલક સજાવી,

તારી ચરણ-રજ લલાટે શોભાવી,
તારાં હસ્ત-પ્રત નતમસ્તકે ઝીલી, 

તારી છબી હસતી હ્રદયે વસાવી,
તારાં નૈન કરુણામય અંતરે છપાવી,

તારી અદ્રષ્ટ વાણી કર્ણે સમાવી,
તારાં કહેણ અમૂલાં, અમલે વહાવી,

તારી યોગપીઠિકા ભીતરે ઊતારી,
તારાં શિશુસ્થાનની ધન્યતા પીછાણી,

તારી 'મોરલી' દિવ્યવૈભવને વધાવી,
તારાં ખોળે ધન્ય! અસ્તિત્વ પધરાવી...


ધન્યવાદની પણ બક્ષીસ હોય. 

એ ત્યારે સમજાય કે સામાન્ય ઊપયોગમાં લેવાતો શબ્દ કે ભાવ ફક્ત એટલો જ નથી પણ સંપૂર્ણ પ્રવર્તમાન ઊર્જા પ્રવાહ છે... જીવંત!

એ કંઈ કેટલાય કારણો, પરિસ્થિતિઓ, પળો માટે ધન્યતા સમજાવે. અંદરથી ઊઠતી અને અનુભવાતી દેખાડે. ધીરે ધીરે દરેક સમયમાં પ્રસરતી રહે. દરેકમાં ક્યાંક કંઈક એને લગતું અને યોગ્ય પણ દર્શાવે.

પ્રભુની આવી પ્રસાદીઓ ખાલી કે ખોખલી નથી હોતી કે નથી હોતી સમય પૂરતી...

એ તત્ત્વપ્રવાહની પ્રભાવી હાજરી રુંવે રુંવે દીપ પ્રગટાવે અને આંતરચક્ષુ ખોલવાની પણ ક્ષમતા ધરાવે.


દિવ્ય કરુણાનાં પ્રત્યેક પાસાંને પારખીને સમાવે, અંતરે સ્થાયી કરે અને ત્યાંથી જ જીવનશક્તિનાં અંશો અને પ્રેરણાઓ મેળવે.

ધન્યતા પ્રાણસ્વરૂપ અશ્વોની સવાર બને એને વધુ ઊંડાણ અને વિસ્તારમય ઊર્જા પાચનશક્તિ પણ પ્રદાન કરે...

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Ipomoea carnea
Significance: Gratitude
It is you who open all the closed doors and allow the saving Grace to enter.

No comments:

Post a Comment