Monday, 12 June 2017

ઉત્ક્રાંત સૃષ્ટિ નહીં...


ઉત્ક્રાંત સૃષ્ટિ નહીં મનુષ્ય દ્રષ્ટિ!
ઊજળે અંતર તેમ મળતી પુષ્ટિ.

દિવ્યજનની જણી શાશ્વત કૃતિ!
મનુષ્યે આરોહવી હજી પૂર્ણપ્રાપ્તિ. 

અનન્ય સર્જન મઢી દિવ્ય સુકૃતિ!
મનુષ્યે પામવી રહી સર્વોચ્ચ વૃદ્ધિ.

વિવિધ વૈવિધ્ય વૈભવ વિશ્વ ધિ!
મનુષ્યે ધરવી રહી પ્રગતિ વૃત્તિ.

'મોરલી', પૂર્ણમાં ઊછરતાં, ક્ષિતિ
ને મનુષ્ય, ઊત્ક્રાંતે થકી કૂંચી દ્યુતિ...


સૃષ્ટિ પણ કેવું અદ્ભૂત સર્જનકાર્ય છે!

વિધાતાએ એવું સર્જ્યું કે જે સતત સર્જાતું છતાં પૂર્ણ છે. 

પ્રેમનું સર્જન છે એટલે પૂર્ણ છે
પણ મનુષ્ય દ્રષ્ટિ નોંધે, ચકાસે, મૂલવે અને પ્રમાણિત કરે છે એટલે સર્જનમાં છે. 

એ કાચી-પાકી દ્રષ્ટિ, સર્જિતને વળી સર્જનની અવસ્થામાં જુએ છે. એટલે પોતાને શ્રેયકર માને છે ને એમાં મ્હાલે છે.

હજી ઘણી ચડતી-ઊતરતીમાં એ સ્થિર, ચિર શાશ્વતને પાસામાં પારખવા મથે છે.

મથાળા ને માળખામાં પૂર્ણને પૂરવા મથામણ કરતો રહે છે.
એનાં વિસ્તાર, ઊંડાણ અને ઊંચાણને મનઘાટમાં ઓળખવા ઝઝૂમે છે. અને કંઈક વિજ્ઞાન-જ્ઞાનને ભરોસે સંતુષ્ટિ મેળવે છે.


પ્રકાશની શરૂઆત જ્યારે અંતરે અનુભવાય છે ત્યાર પછી ખરાં સર્જન, સર્જક અને એની સર્જનશક્તિની સીમા સમજાય છે. 

પછી પૃથ્વી હોય કે મનુષ્ય જીવની...ખરી પ્રગતિની ચાવી એ કિરણોમાં પ્રાપ્ત થાય છે...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂન, ૨૦૧

Flower Name: Phlox drummondii
Annual phlox, Drummond phlox
Significance: Artistic Work
Work at the service of beauty

No comments:

Post a Comment