Thursday, 22 June 2017

ॐ કેરો તેજસ્વી...


ॐ કેરો તેજસ્વી પ્રકાશ
વાક મહીં મૂકે ઊઘાડ
ખોલે અક્ષરસ્થ સ્વાદ
સ્પંદને સરકે ઊજાસ...
...આ તો ॐ કેરો તેજસ્વી પ્રકાશ...

શબ્દો ધરે સત્ય સુવાસ 
કહેણ ઠારે ધરતી પ્યાસ
કથનો થકી પ્રજ્ઞપ્રભાત
તરંગો સુજ્ઞ અભિજ્ઞ ઉદ્ધાર...
...આ તો ॐ કેરો તેજસ્વી પ્રકાશ...

ખૂલતાં ભીતરે આચ્છાદિત દ્વાર
કૂંચીને આંટે મોકળું આકાશ
સત સેરો ચીતરે ભાવિ પ્રગાઢ 
'મોરલી' માણે ઊજ્જવળ લ્હાણ...
...આ તો ॐ કેરો તેજસ્વી પ્રકાશ...


સઘળા ઊચ્ચારણ શું વાક ધરેલાં હોય છે?

હા, ઊદ્ભવ્યાં ખરાં...
ક્યારેક જરૂર અવતર્યા હશે...
એ અગમ ટાણે તરબતર હશે પણ વ્યય માર્ગ અને ઉદ્દેશે એની શક્તિ હણી લીધી હશે...
એમને આમ વેરવિખેર, અજણ્યાં અને અજાણ્યાં વ્યર્થ ખપાવ્યાં હશે કે ધીરે ધીરે એમાંનું સત વિલોમાઈ ગયું!

એ તરંગો પણ તો વિનિમયમાં ઝાંખા થયાં હશે અને એની તીવ્રતાને બુઠ્ઠી થવા દીધી હશે.

એક સમય હશે,
જ્યારે ॐકારી ઊચ્ચ આદાનપ્રદાન થતાં હશે...અક્ષરનાં આવર્તનો ધારણ થતાં હશે ને એને સ્પંદનીય સન્માન મળતાં હશે...

અત્યારે જાણે ॐકારે પણ અલાયદી ઊંચી ઊડાન ભરી દીધી છે અને દિવ્યપ્રદેશોમાં સુરક્ષિત વસવાટ સ્થાપી લીધો છે.


મનુષ્ય જાતને જાણે આહવાન છે...
નાથો જન્મે ધરી જાતને...
આરોહણ થકી પહોંચો અહીં...
આ ઊજ્જળ પ્રદેશે જ્યાં વાક-સામ્રાજ્ય જીવંત છે...

ઊતારી લાવો...
ધરી રહો એ ॐકારને...
પૃથ્વી સજો એ નાદથી...
રુંવે રુંવે, હ્રદયે હ્રદયે, કણે કણે નર્તન દો એ ઉદ્ગારને...

ઊજવો એ પ્રફુલ્લિત ઓજસી વાક સામર્થ્યને...
ઊદ્ગારો એ વાકવાણીને...
જન્માવો એનાં સત ઊજાસને...

વરી રહો એ કક્ષાને...
નમી રહો એ દિવ્યસારને...

ॐકારને...બ્રહ્મનાદને...

જય હો...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂન, ૨૦૧

Flower Name: Asparagus densiflorus 'Sprengeri'
Springer asparagus, Sprengeri, Emerald fern, Emerald feather
Significance: Spiritual Speech 
All-powerful in its simplicity

No comments:

Post a Comment