Tuesday, 20 June 2017

ન વમળ ન ઉછાળ...


ન વમળ ન ઉછાળ જગાવે
ન ભમરી, ભરતી, ઓટ માંડે,

ન હિલોળે હાલકડોલક નાચે
ન વહેણ એકતરફી ખૂણે ભાગે,

ન સીમા લાંઘી તટરેત ભીંજવે
ન સમેટાઈ કિનારાઓ સૂકવે,

ન, ઘૂંઘવાટ પ્રચંડ કર્ણોને ઢાંકે,
મૌનમાં સમંદર સ્વભાવ ભૂલાવે,

'મોરલી', નીરવ એવું મન જ્યારે
શાંતિ, સ્થિરતા, સમતા સ્થાપે...


સમુદ્રનાં શબ્દચિત્રને રૂપે પ્રભુ મનપ્રદેશની વાત સરળતાથી મૂકી રહ્યાં છે...

જોજનોમાં ફેલાયેલો પ્રદેશ!
એટલે કેટકેટલાં પ્રભાવો, અસરો, બદલાવો, શરૂઆતો અને અંતો...
અને,
બધું જ સમાંતરે ચાલતું હોય અને છતાં એ બધાંથી અસ્પૃશ્ય, બધાંથી પર...
નિર્લેપ, નિઃસ્પૃહ, નિરંકાર...

મન પર મનનો સ્વામી...
મન દરેક પ્રવૃત્તિ કરે, પૂર્ણ પ્રવૃત્તિમય પણ સ્વઆધિપત્ય વિહીન...

વિહાર નહીં પાલન...


અંતરે બેઠેલા પુરુષ એટલે કે આત્માની દોરવણીએ...જે કંઈ પ્રવૃત્તિ કરે એ પ્રકૃતિદત્ત નહીં પણ આદેશવત...

એ સિવાય નિતાંત, નિઃશબ્દ નીરવ ઊંડાણ...

પ્રભુ...પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
જૂન, ૨૦૧

Flower Name: Mutabilis jalapa
Marvel of Peru, Four-o'clock, False jalap, Beauty of the night
Significance: Solace in the Mind
A silent peace

No comments:

Post a Comment