સમગ્રે સ્થાન ધરી રહે
સદા તું અંતરે વસી રહે
ગગન સમ પ્રસરી રહે
સૂર્ય સૂક્ષ્મ ઊછરતી રહે
વર્ષા સમ વરસતી રહે
તરબતર ભીંજતી રહે
જલધિ સમ હિલોળતી રહે
ચોપાસ ભરતી ઊઠી રહે
ઊદ્યાન સમ ખીલી રહે
પુષ્પ પ્રફુલ્લિત સુવાસી રહે
અસ્તિત્વે પ્રકાશ બની રહે
અન્યોન્ય 'મોરલી' - અદિતિ રહે...
વિશ્વ, બ્રહ્માંડ, સમસ્ત આખું એ પરમોચ્ચ શક્તિનું જ સર્જન છે. એનાં જ ઊછેરથી છે. સમયોથી છે, કહો કે સમયનાં સંશોધન પહેલાથી છે.
મનુષ્ય તો ફક્ત એક સજીવ સર્જન છે જે જાતિ હમણાં... હમણાં...કંઈક હજારો સદીઓ પહેલાં મનકોષ પ્રવેશ સાથે ઉદ્ભભવી છે અને એ પણ એની રચનાને કારણે!
ક્યાં કંઈ તોલે આવે? એની સામે કંઈ નથી.
છતાં, એ રચનાની કમાલ જુઓ!
એને સમજ, સભાનતા, જાગૃતિ, ઉત્ક્રાંત-અંશો આપી પ્રગતિ આપી, ગતિ આપી, માપવા માટે વિજ્ઞાન આપ્યું, વિકાસવા માટે મનોવિજ્ઞાન આપ્યું અને એ સર્વેની સમજમાં માણસ જળવાઈ જાય એટલે આભાર-ભાવ આપ્યો, નમ્રતા અને કૃતજ્ઞતામાં નમતો રાખ્યો...વળી ક્યાંક નમાવતો તો ક્યાંક નમાવવાની તૈયારી માટે તૈયાર થતો...!
પણ હવે મન અને મનોવિજ્ઞાનની પર જવાનો સમય આપ્યો છે એ જનનીશક્તિએ...
મન ભેદી, એનાં કોષો જીતી અને આત્મ-સફર માંડવાની છે માનવજાતે...
એણે તો એ માટે આત્મા ઘડેલો જ છે.
જરૂર છે કે દર ઘડતર એ માટે જાગૃત થાય.
ઉત્ક્રાંતિમાં સમય પૂરતાં રહેતાં બદલાવ-કાળ દરમ્યાન જેમ અત્યાર સુધી મનને સ્થાન મળ્યું, માન-પાન મળ્યું એ હવે જે ખરું હકદાર છે, યથાયોગ્ય છે એવાં પોષકને મળે...
જે જ્યોતિર્મય આત્મતત્ત્વ છે...
જે દરેક જીવનને જ્યોતિર્ધર બનાવી શકે છે...
એ શક્તિ અદિતિને નમન...
સાદર...
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૭
Flower Name: Nelumbo nucifera 'Alba'
Sacred lotus, East Indian lotus
Significance: Aditi-the Divine Consciousness
Pure, immaculate, gloriously powerful.
In a general way the lotus is the flower of the Divine Wisdom, whatever its colour...white signifies the Divine Consciousness manifested upon Earth. TM
No comments:
Post a Comment