પ્રેરણાત્મક સફર છે પ્રેરણા.
વિવિધ કારણે જાગે પ્રેરણા.
દર પડાવ પ્રેરાવે પ્રેરણા.
ફળીભૂત પ્રેરણાથીયે પ્રેરણા.
વિરોધ પર નભતી પ્રેરણા.
પડકારે ઢંઢોળાતી પ્રેરણા.
સ્વમાનને સહકારતી પ્રેરણા.
અપમાને મહાતતી પ્રેરણા.
પ્રેરણાત્મક બનતી પ્રેરણા.
અન્યોને એ પ્રેરતી પ્રેરણા.
પ્રેરે સ્વયંપ્રેરીત પ્રેરણા, 'મોરલી'
જ્યારે પ્રભુ પોતે જ પ્રેરણા...
પ્રેરણા...
અચાનક ઊંડે અંદરથી કશુંક જગાવી જાય અને જોતજોતામાં જાણે કંઈક ઊંચાં શિખરો સર કરવા સમગ્ર અસ્તિત્વ જોડાઈ જાય.
જરૂરી સમજ, ધરપત, આંતરસૂઝ, યોગ્ય ઊર્જા, સહકારી વાતાવરણ, ખપ પૂરતાં સમીકરણ...
બધું જ જાણે રાહ જોઈ બેઠું હતું ને પોકારની જ વાર હતી!
કોઈને કોઈ કારણ હલચલ મચાવે અને એટલું સબળ વાતાવરણ આંતરવલણ સર્જે કે વ્યક્તિ પણ જાણે વશીભૂત થઈ એ ઝનૂનને સ્વીકારી લે...
જે બાહ્ય સંજોગ અને બંધબેસતી ગોઠવણ ખેંચી લાવે...
પણ અહીં,
પરિણામ, કે જે પ્રેરણાને જગાવી ગયેલું, તે મેળવાય પછી બધું જ વીખરાઈ જતું હોય છે. વ્યક્તિ કાર્ય પૂર્ણ કરી શકે છે પણ કદાચ પૂર્ણ રીતે વિકસી કે પક્વ કે શુદ્ધ થઈ શકતી નથી.
જીવનપર્યંત ભલે એ પ્રેરીત થયા કરે પણ ખરી પ્રગતીશીલ પ્રેરણા તો એ જ જે દિવ્ય અભીપ્સાથી મળેલ હોય...
હોય છે એ જે તે વ્યક્તિત્વ માટે અનુરૂપ અને અનન્ય... વળી સવિશેષ...
શુષ્કતાવિહીન...
અવિરત વહેતી...
નિરંતર વરેલી...
જે પરમ પ્રદેશોનાં પ્રવાસો સર્જી લાવે છે અને ત્યાંની સહેલ કરાવે છે...
ધન્ય...ધન્ય...
સાદર...
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૭
Flower Name: Aristolochia littoralis
Aristolochia elegans
Calico flower
Significance: Inspiration
Brings its manifold gifts to him who knows how to receive them.
Inspiration is like a tiny little steam or a few falling drops and these drops are so pure, so brilliant, so complete in themselves, that they give you the sense of a marvellous inspiration, the impression that you have reached infinite domains and risen very high above the ordinary human condition. And yet this is nothing in comparison with what is still to be perceived. TM
No comments:
Post a Comment