હે પ્રભુ, ક્યાં છે તું
ને ક્યાં ક્યાં નથી તું!
ન જગમાં મળે તું
ને અણુએ વસે તું!
ન ઈન્દ્રિયે પ્રમાણ તું
ને પંચતત્ત્વરૂપ તું!
ન એકેય મનુષ્ય તું
ને અવતારી પ્રબુદ્ધ તું!
ન વિટંબણામાં પ્રશ્ન તું
ને લીલાધરી ઉત્તર તું!
ન મતિ તૃપ્ત પ્રભાવ તું
ને શ્રદ્ધાને ઊપહાર તું!
ન જીવંત જીવીત પ્રકાર તું
ને ધરે હ્રદયે સ્થાન તું!
કેવો તું? ક્યાં, કોણ તું?
ને 'મોરલી' પામે સમસ્ત તું!
ધન્ય...ધન્ય...
પ્રભુની ગતિ ને મતિને ક્યાં મેળ?
મનુષ્ય મન-બુદ્ધિનાં માપદંડથી થોડો ઘડાયો છે...એની પ્રભુતાનું પ્રમાણ મનુષ્ય ક્ષમતા થોડી નક્કી કરે છે?
મનુષ્યને વિજ્ઞાનમાં જ્ઞાનમાં જવાબો મેળવવા છે..."આ છે ને આમ જ છે" નાં ઠોસ પુરાવા પોતાને જ માટે પ્રમાણિત કરવાં છે. શોધનાં શ્રેયકર બનવું છે...
શ્રદ્ધાને પડકાર આપવો છે કે, "અણદેખ્યા પર આવો વિશ્વાસ" ?
પ્રભુને ચોકઠામાં ગોઠવવા છે એને સીમિત કરતાં સમજાય છે કે આ તો વિરોધાભાસ છે. નહીં-નથીમાં પણ બધું જ છે.
એ વિરોધાભાસ પણ ઊભો કરાયો છે એમાં પણ એ જ છે...
પ્રશ્ન કરતી બુદ્ધિ,
શંકા કરતું મન અને
શ્રદ્ધા જીવતું હ્રદય -
સર્વે એ જ છે ક્રિયા, પ્રક્રિયા, સ્ત્રોત, પ્રમાણ અને પરિણામ પણ...!
શંકા કરતું મન અને
શ્રદ્ધા જીવતું હ્રદય -
સર્વે એ જ છે ક્રિયા, પ્રક્રિયા, સ્ત્રોત, પ્રમાણ અને પરિણામ પણ...!
મનુષ્ય ધર્મ છે કે એ જે સમજાયું, અનુભવાયું તો એને હ્રદયમાં ધરી...માણવું,
રત સમસ્તમાં મસ્ત!
સાદર...
- મોરલી પંડ્યા
જૂલાઈ, ૨૦૧૭
Flower Name: Campanula medium
Cantebury bells, Cup and saucer
Significance: Joy's call
It is modest and rarely makes itself heard.
No comments:
Post a Comment