સમર્પણે સમાઈ શક્તિ
ઉદ્ભવતી એ વિધિ થકી
એકજૂઠ એકમ એકત્રિત
સમગ્ર સમેટતી દ્રષ્ટિ
હ્રદયે અતેથિ સોંપણી
સમૂચય વર્ત-ભૂત-ભાવિ
એ નિશ્ચિંતતા શ્રદ્ધા કેરી
જગવતી સુષુપ્ત દોરવણી
પશ્યાત સમર્પણ ગતિ
'મોરલી' અદ્ભૂત તદ્રુપ ન્યારી...
સમર્પણ
ફક્ત મનોવૈજ્ઞાનિક ક્રિયા નથી...
અસરકારક પ્રભાવ છે.
ચેતાતંત્રને હળવાશ અને તાજગી આપતી આંતરિક પ્રક્રિયા છે...
એનાં થવાથી જે જાગ્રતતા આવે છે તેને કારણે સમગ્રતામાં હજી સુધી સુપ્ત હતી એ શક્તિ જાગૃત થાય છે અને વિધિવત ખાલી પડેલ જગ્યા ભરી દે છે.
એ સભરતી શક્તિ પોતાનાં ગંતવ્યો ધરીને આવી હોય છે જે દિવ્યકર્મોને વરેલી અને નિર્ભર હોય છે...
સક્રિય થાય છે અને નિર્મિત કર્મોને પૂર્ણ કરવા કટિબધ્ધ હોય છે. તે ઘડનને ઘટિત કરવા લાગી પડે છે...
પરમની ગતિના કેવાં અદ્ભૂત પાસા ને પગથિયાં!
સાદર...
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૭
Flower Name: Rosa
Rose
Significance: Living Surrender
A state that can be obtained by surrendering to the Divine.
No comments:
Post a Comment