Friday, 1 September 2017

સત્યની ગાથા ને ગુણગાન...


સત્યનો સ્વીકાર ત્યાં સંવાદિતા આપોઆપ.
ન પક્ષ, પુરાવો કે પેચીદો પોતીકો પ્રકાર!
સનાતન સમર્થ સમર્પિત સતભાવ પ્રભાવ.

ઈશ્વર, દેવી-દેવતા, ધર્મ કે ન નાત જાત પાત,
સરખામણી, વધામણી, ન ઊંચનીચ આધાર.
વિખવાદ કે વિષદ વિષમ અવિકલ્પ સમાધાન!

વર્ગીકરણ સત્યનું ને સત્યનો જ ગુણાકાર,
સત્યનું માપદંડ ને સત્ય નિષ્ઠાનાં પ્રમાણ,
સરવાળે નીકળે સત્યની ગાથા ને ગુણગાન.

સર કર! વિભાજીત ચોકઠાં ઘડતર વિભાગ!
પામ ભીતર! જ્યાં વસે દિવ્ય સત્ય સાક્ષાત!
પરમેકત્વ પરમોચ્ચ સાતત્ય! સત્ય આવિષ્કાર!


સત્યની સમગ્રતાનાં સ્પર્શને પામતાં પહેલાં સાધક અસત્ય, જૂઠ, છળ, કપટની રમતોથી પરિચિત થયો હોય છે. એ પટ્ટો પસાર કરી નિર્ભિક બનતો હોય છે. ત્યારે જ તો સત્યનાં સાતત્યને પચાવવા સમર્થ બની શકે છે. 

એકવાર સત્યપ્રદેશમાં લટાર મળે પછી સત્ય સભર અસ્તિત્વ પાસેથી વિઘ્નરૂપતત્ત્વોને શું મળે?

અને એટલે જ ભીતરે અને બાહીરે સર્વ સત્ય પ્રભાવી થાય. અસતનાં અસ્તરની શરૂઆત થાય...જાણે એ અસરો ખરવા લાગે. વેરાઈને અસ્તિત્વવિહીન થવા લાગે.

સાધક-આધાર વધુને વધુને સક્ષમ થતો જાય અને સંવાદિતા સ્થાન ધરે ... સમપક્ષી ... સમાંતરે...

પરમપ્રભુ...જય હો!

સાદર...

- મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Solandra maxima
Chalice vine, Cup-of-gold vine
Significance: Absolute Truthfulness
Must govern one’s life if one wants to be close to the Divine.



Truth is the door of the spirit's Ananda, its beatific nature. SA

The Truth is not a dogma one can learn once and for all and impose as a rule. The Truth is infinite like the Supreme Lord, and it manifests at every moment to those who are sincere and attentive.

We shall perceive that the truth we seek is made up of four major aspects: Love, Knowledge, Power and Beauty. These four attributes of the Truth will express themselves spontaneously in our being. The psychic will be the vehicle of true and pure love, the mind will be the vehicle of infallible knowledge, the vital will manifest an invincible power and strength, and the body will be the expression of a perfect beauty and harmony. TM
A glad uplift and a new working came. 
The immortal's thoughts displaced our bounded view, 
The immortal's thoughts earth's drab idea and sense; 
All things now bore a deeper heavenlier sense. 
A glad clear harmony marked their truth's outline, 
Reset the balance and measures of the world. 
Each shape showed its occult design, unveiled 
God's meaning in it for which it was made 
And the vivid splendour of his artist thought.
A channel of the mighty Mother's choice, 
The immortal's will took into its calm control 
Our blind or erring government of life; 
A loose republic once of wants and needs, 
Then bowed to the uncertain sovereign mind, 
Life now obeyed to a diviner rule 
And every act became an act of God.
Savitri
BOOK VII: The Book of Yoga
CANTO V: The Finding of the Soul 529

No comments:

Post a Comment