Monday, 25 September 2017

... ખળખળ વહેતી...


કરુણા જે ખળખળ વહેતી
દિવ્યમાનાં ઊદરથી જન્મી...

અંતરાયોને પ્રવાહિતા દેતી
મૃદુતાનો આવિર્ભાવ આપી...

માતૃગર્ભથી પ્રત્યેક શિશુ ભણી,
સ્પર્શ! ને કાંઠેકાંઠો ભીંજવતી...

સોમરસ સમા રિસાવ થકી
કોરાં સૂકાં ઊછરડાં રુઝવતી...

સમર્પિત ભીતરે બક્ષિસ બની
અન્યોમાં કરુણાસ્ત્રોત ઉઘાડતી...

પ્રેમથી યે ઊંચેરું સ્થાન ધરી
જીવનને નવપલ્લિત કરતી...

દિવ્યતાની દિવ્ય કુરબાની
કરુણાકર વહેંચે કરુણા નિધિ...


કરુણા એ દિવ્યતત્ત્વ છે. એમ જ ઉત્પન્ન થતું નથી કે દરેકને ભાગે આવેલું નથી કે દરેક એને ઝીલી ને વહેંચી પણ નહીં શકે.

ખાસ હૈયાં જ્યાં વિસ્તાર પહોળો થઈ વસેલો છે અને જેને હક, અધિકાર, ભાગ જેવાં દાવાઓમાં સંકડાશનો અનુભવ થાય છે. એ પ્રકારની લેવડદેવડથી શુદ્ધ ભાવ ઘવાયો લાગે છે ત્યાં એ તત્ત્વ સુધી પહોંચવાની ધીરજ કેળવાઈ છે. 
એ ધૈર્ય જ પછી કરુણાનાં ઘૂંટને ધીરે ધીરે, પહેલાં હૈયે સમાવે છે 
અને પછી નીચે ઊતારે છે જે થકી વલણ અને પછી વર્તવામાં આવે છે. 
એ એક વાર સ્થાપિત થયું એટલે એનું પુનરાવર્તન વ્યવહાર બને છે. 
એ સ્વભાવ પછી કરુણા નિધિમય...
કરુણા વહેંચે છે...
એ ખરો પ્રભુ માર્ગી...


જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Trifolium
Clover, Trefoil
Significance: Kindness of Nature
She is kind when she is loving.
KINDNESS
Always be kind, stop engaging in bitter criticism no longer see evil in anything, obstinately force yourself to see nothing but the benevolent presence of the Divine 'Grace, and you will see not only within you but also around you an atmosphere of quiet joy, peaceful trust spreading more and more. And not only will you feel quiet and happy, but most of your bodily ailments will disappear. TM

No comments:

Post a Comment