રાવણદહન સાથે આજ વિજય દોષ નાદ
દશમ નવરાત્રિની આજ અજેય રાજ્યરામ.
પુરાણો દહોરાવે, કે પુરાણું છે અસુર રાજ
ને દર દાનવને નાથવા અવતરે છે રામ!
વર્તમાન પુરાવે મહીં સૂર ને પૂરતા પ્રમાણ
ફરક ફક્ત એટલો દર જીવે, સંગે રાવણ-રામ!
વિજયદશમીની વેળાએ જાગો દઈ પુકાર!
દર ભીતરે રચાય એકતા, હો રહીમન કે રામ!
સંહારો વિચાર, વાત, વ્યવહાર વિરોધાભાસ
વિરમે રાવણતત્ત્વ ને પૃથ્વી માણે વિરામ!
રાવણ તો રૂપક છે
દશમ દસ મસ્તક ધારી મતિભેદને નાથવાનો પર્વ છે.
વહેંચાતી વિખરાયેલી મતિ ક્ષમતાને સંગઠિત કરી એકાગ્ર કરવાની છે.
એકબિંદ થઈ સહસ્ત્ર ખુલે અને સત્યને આવિર્ભાવ કરે.
દ્વિપક્ષી વિપરીત મનોઅવસ્થાઓ પર વિજય દર મસ્તિષ્કધારી જીવનનો ઉદ્દેશ છે.
નિર્મિત સફર છે.
વિજય પણ નિર્ધારિત છે.
જીત અફર છે.
કારણ મૂળસ્થિતિ દિવ્યમય છે. મસ્તિષ્ક સંધાનથી ચૈત્ય ચૈતન્ય અને ત્યાંથી દિવ્યસત્ય સંધાન...
દિપ પ્રાગટ્ય ખરું અહીંથી...
પ્રકાશ...પ્રકાશ...પ્રકાશ...
ગતવર્ષે પ્રકાશિત અવતરણમાંથી...
મા...
તવ આગમને ઊજળી નવરાત્રી,
અખંડજ્યોત ગ્રસે રાવણી મનમતિ...
અખંડજ્યોત ગ્રસે રાવણી મનમતિ...
નવવર્ષ એંધાણ દેતી, નવપ્રકાશી,
અંધાર્યા, અણધાર્યા ચીરશે નવદ્રષ્ટિ...
અંધાર્યા, અણધાર્યા ચીરશે નવદ્રષ્ટિ...
નવજોમ દેતી, ઊતરશે નવઊર્જિત,
પડળો પાંખા વિંધશે આરપાર લક્ષ્યી...
પડળો પાંખા વિંધશે આરપાર લક્ષ્યી...
નવસ્વપ્ન દેતી, ઊઠશે નવજાગૃતિ,
હામ, ધ્યાન ધરી, મૂકશે પૃથ્વી ભરી...
હામ, ધ્યાન ધરી, મૂકશે પૃથ્વી ભરી...
નવજ્ઞાન દેતી, ઊડશે નવ-ભાનપંખી,
સુદ્રઢ ચિત્તપાંખે , ભરશે ઉડાન ગગની...
સુદ્રઢ ચિત્તપાંખે , ભરશે ઉડાન ગગની...
નવપલ્લવિત નવરૂપી ઊજ્જવળભાવિ,
'મોરલી' વિશિષ્ટ શક્તિ મૂકે મા દશહરી...
'મોરલી' વિશિષ્ટ શક્તિ મૂકે મા દશહરી...
વર્ષે વર્ષે તહેવારોનું આગમન કંઈક સૂચવી જાય છે. સંસ્કાર, આનંદ અને ઊજવણી સાથે સૂચક સંદેશ લઈ આવે છે. મોટાભાગનાં ઉત્સવો, આત્મમંથનનું કારણ બની શકે.
નવરાત્રિને અંતે વિજયાદશમી, અસૂર પર વિજય સંદેશ યાદ કરાવી જાય છે.
દરેકની અંદર નાનામોટા, છૂટાછવાયા, વિખરાયેલા રાવણ-અંશો સુધી પહોંચવાનું સંભારણું લઈને આવે છે.
એ સમયે, હવે વિદાય લઈ લીધી છે જ્યારે પ્રશ્નોનાં હલ બહાર હતાં, સંજોગોમાં અને અન્યોમાં શોધતા હતાં અને સામાજિક, વ્યયક્તિક સ્વીકૃતી પામતાં.
આજનાં સંદર્ભમાં દરેક વ્યક્તિ(મન)સ્વરૂપ છે. ફક્ત એની સભાનતા ઓછી વધતી છે.
અથવા હું એવું કહું કે, એ સભાનતામાં જાગ્રત થવું એ પણ જે તે વ્યક્તિ-પસંદ બની રહી છે, જરૂર મનુષ્ય પહોંચ સુધી જ એ શક્ય છે છતાં એ સમજનો અમલ, આજની હકીકત છે.
દરેકની અંદર મા દુર્ગા અને રાવણનાં અંશો જીવંત છે. મન-પ્રધાન વ્યક્તિ, ઈચ્છાઓને આધારે એમને આગળ-પાછળ ધકેલ્યા કરે છે.
એમાં સ્થાયી સભાનતા નથી અને એનાં યોગ્ય પ્રભાવ બાબતે દરકાર પણ નથી.
એટલે જ આજનો માણસ અટવાયેલો છે, આ કે તે પસંદમાં જ મોટાભાગની ઊર્જા ખર્ચી નાખે છે.
જન્મનો, જીવનનો, ઉદ્દેશ જીવતરનાં સમીકરણોમાં જ ભૂંસી નાખે છે.
મંદિરોમાં ભોગ-દાન ચડાવવામાં અંતરઆત્મા ખાલી કરી નાખે છે અને આવતા વર્ષ માટે રાવણને જીવતો રાખતો રહે છે...
નવ રાત્રિ પણ, જો આત્મમંથનમાં જાત સાથે રમીએને તો પણ રોજ પ્રભુપ્રસાદીને પાત્ર બની શકીએ...!
શરૂઆત કરવાની છે પછી તો આંતરિક સૌંદર્ય જ અસ્તિત્વમાં બહાર-અંદર, ચારેબાજુ ઘૂમી વળશે...
એ જ વહેશે ને વ્યક્ત થશે ને બની રહેશે...
મા જગદંબા... મા ભગવતી... વંદન...
*ઓક્ટોબર, ૨૦૧૬
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Hibiscus rosa-sinensis 'Grace Goo'
Malvaceae Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of- China
Malvaceae Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of- China
Significance: Victorious Beauty
When it has removed the ugliness of life.
Will triumph over all obstacles.
When it has removed the ugliness of life.
Will triumph over all obstacles.
The first victory is to create an individuality. And then later, the second victory is to give this individuality to the Divine. And the third victory is that the Divine changes your individuality into a divine being. There are three stages: the first is to become an individual; the second is to consecrate the individual so that he may surrender entirely to the Divine and be identified with Him; and the third is that the Divine takes possession of this individual and changes him into a being in His own image; that is, he too becomes divine. TM
You must make grow in you the peace that is born of the certitude of victory. SA
No human will can finally prevail against the Divine's Will. Let us put ourselves deliberately and exclusively on the side of the Divine, and the Victory is ultimately certain. TM
No comments:
Post a Comment