પ્રસિદ્ધિ ન હો પ્રમાણ
લક્ષ્ય, સિદ્ધિ કે સોપાન!
પ્રસિદ્ધિ ન હો અહંકાર
સ્વરત, પંડવત પ્રચાર!
પ્રસિદ્ધિ ન હો પરિતાપ
પ્રપંચ, પરપીડન પુરાણ!
પ્રસિદ્ધિ હો પલટાવ
આત્મબળવર્ધક પડાવ.
પ્રસિદ્ધિ હો મંથન કાજ
યોગદાની સર્વે સમાન.
પ્રસિદ્ધિ હો આત્મ વિધાન
બળવત્તર ભાવિ મંડાણ.
પ્રસિદ્ધિ હો નમ્ય ઝુકાવ
ધન્યતાને ધન્યવાદ.
સફળતા, નામના, ખ્યાતિ ...
એ તો અન્યો એ આપેલી ઊપાધિ છે
સ્વયંની પ્રાપ્ત કરેલી ઊપાધિ તો નિરંતર પ્રગતિશીલ જીવન છે જ્યાં શિખર નથી એટલે સ્થાનિક ને સ્થગિત નથી.
એ તો અન્યો એ આપેલી ઊપાધિ છે
સ્વયંની પ્રાપ્ત કરેલી ઊપાધિ તો નિરંતર પ્રગતિશીલ જીવન છે જ્યાં શિખર નથી એટલે સ્થાનિક ને સ્થગિત નથી.
એ પ્રગતિ શું કામની જે ગતિવૃદ્ધિ ન આપી શકે?
એ પ્રસિદ્ધિ શું કામની જે પ્રેરણા ન બની શકે?
ખ્યાતિ જો અન્યની નાલેશી પર ઊભી હોય તો તે ખોખલી હોય.
રળેલી નામના બળવાન અને બળવત્તર હોય છે પોતાનો રસ્તો ખેડતી રહે છે. કાયમી ને સ્થાયી થઈ શકે છે. ઝીલાઈને વધતી રહે છે.
એમાં યોગદાનનો મર્મ ધરાયો હોય છે. સહયોગ કાર્યનું પરિણામ મનાતું હોય છે.
સર્વેનો હક વહેંચાયેલ હોય છે.
એટલે એ જૂથનો પડાવ બને છે.
વિવેક અને નમનીયતા માં પચેલી પ્રસિદ્ધિ જીવનવર્ધક હોય છે અને એમાં જો દિવ્યપ્રભુની રાહબરી મૂકી, એ દ્રષ્ટિ કેળવાયી તો બેડો પાર...અપરંપાર...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Gossypium arboreum
Tree cotton
Significance: Success in the Most Material Vital
Has value only when it is offered to the Divine.
Do you know what the flower which we have called "Successful Future" signifies when given to you? It signifies the hope - nay, even the promise - that you will participate in the descent of the supramental world. . . . Once the world- conditions are ready the full descent [of the Supramental] will take place carrying everything before it. Its presence will be unmistakable, its force will brook no resistance, doubts and- difficulties will not torture you any longer. For the Divine will stand manifest - unveiled in its total perfection. I do not, however, mean to say that the whole world will at once feel its presence or be transformed; but I do mean that a part of humanity will know and participate in its descent. TMTree cotton
Significance: Success in the Most Material Vital
Has value only when it is offered to the Divine.
No comments:
Post a Comment