Sunday, 3 September 2017

સમસ્થિતિ બસ! સમતોલે...


અતિશય ન તરબોળ કરે 
ઊણપ ન રણ નોતરે
સમસ્થિતિ બસ! સમતોલે...

ઊભરા ન કિનારા ભીંજવે 
સુષ્કતા ન સીમાડા સંકોચે
સત્વસ્થિત બસ! સમર્પણે...

ઉત્સાહ ન ભાન ભૂલવે
આલસ્ય ન વિધાન ચૂકવે
કર્તવ્યદત્ત બસ! અમલે...

સફળતા ન પ્રમાદે ઓગળે
શીખ ન પલાયન વિરમે
કર્મશીલ બસ! નિરંતરે...

યમ-નિયમન ન રુંધવે
ઉચ્છંગ ન સંધાન વિસરે
સંનિધિમય બસ! શ્વાસોચ્છવાસે...


પ્રભુત્વ ... સ્વ-પ્રભુત્વ!
એક અગત્યનો વર્તાવ અને આધાર છે.
દર્શાવે છે કે સ્થિરતા છે છતાં સ્થિતિસ્થાપકતા પણ છે.
સ્થાયી છે પણ જકડ નથી...

આ પક્ષ કે પેલો...એમ પણ નહીં... પક્ષવિહીન!
પ્રગતિ, વિવેકશીલતા, કર્તવ્યનિષ્ઠા, સત્વસાધનાને કાયમી રાખી ને પણ કશુંય અધિક નથી ને ઊણું ય નથી.

કશાયમાં ઘૂસીને ખોવાઈ નથી જવાનું એમ જ કશાયથી અંજાવાનું નથી. છતાંય કશાયનો અનાદર નથી.

સભાનતા સાથે કે બધું જ યથાસ્થાને છે સ્થાનાંતરની તૈયારી સાથે...

પક્વતા છે કે હજી પાકવાનું બાકી છે ને છતાં કચાશમાં ખરી નથી પડવાનું...

સ્વપ્રભાવનાં નબળા નશાથી આદિ થયાં વગર સ્વપ્રભુત્વને પામી પરમપ્રભુ-ત્વને જીતી જવાનું છે. ધારણ કરવાનું છે.

અરે! સ્વયં પ્રભુનાં સાનિધ્યમાં પણ પ્રભુ-તત્વને નથી વિસરવાનું...


સંધાનમાં પણ સ્મરણ તો પરમચેતનાનું જ...

જય હો...પ્રભુ!

સાદર...

-મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Syzygium jambos
Rose apple, Jambu mawar, Malabar plum
Significance: Mastery
Know what the Divine wants and you will have mastery.

Self-mastery is the greatest conquest, it is the basis of all enduring happiness.

It is from within that you must become master of your lower nature by establishing your consciousness firmly in a domain that is free of all desire and attachment because it is under the influence of the divine Light and Force. It is a long and exacting labour which must be undertaken with an unfailing sincerity and a tireless perseverance. 

The mastery must be a true mastery, a very humble and austere mastery which starts from the very bottom and, step by step, establishes control. In fact, it is a battle against small things, very tiny things: habits of being, ways ol thinking, feeling and reacting. When this mastery at the very bottom combine with the consciousness at the very top, then yoi can really begin to do work — not only work on yourself but work for all. TM

No comments:

Post a Comment