આ ઊભી દિવ્યે વરેલા આત્માઓની કતાર
કાગડોળે વાટ! યોગ્ય જનની ને જનકરાજ!
ધરી શકે જીવન, જીવની જરૂરી જે માટે બાળ
માતપિતાથી વિશેષ! દેહાધાનને અવકાશ!
રક્ષક બની સંભાળે છૂપેલું જન્મદત્ત દિવ્યાંશ!
ઊછેરે નવજાતને જાણે દિવ્યે દિધેલ સોગાત!
સમય છે આ કાળનો, જન્મે એવાં જન્મજાત,
નાત, પાત, સ્થાન ગૌણ. શક્તિરૂપ આધાર!
અનિવાર્ય પૃથ્વીને દિવ્યે પરિવર્તિત ધબકાર,
આત્માસંચાલિત ગતિશીલ જીવ-જંતુ-જમાત.
આહવાન દો 'એ વેળાએ'. દિવ્યઆત્માને આવકાર!
ભજી અમૂલી ભૂમિકા, ઊજવો ભવ પરમસંગાથ!
સાધનામય જીવન શું શું ન કરી શકે...
નિષ્ઠાનું યોગદાન કેટલે સુધી ઊપયોગી થઈ શકે...
આભારની વિધિ કેટલું રોપી શકે...
જેને ભાગે સંસાર આવ્યો છે,
કર્મયોગ અને કર્તવ્યનિષ્ઠા જે દિવ્યતા તરફ વળેલી છે,
એ ધન્યતાને શું રૂપ આપી શકે...
મા-પ્રભુ કહે છે કે કોઈને આ માર્ગે વાળી ન શકીએ અને એ સાધકનું લક્ષ પણ ન હોય...આ તો પોતીકી સફરની અજમાયેશ છે અને ઘણુંબધું સ્વ આત્માલક્ષી છે. ત્યાં વધુ શું કરી શકાય!
સંસ્કૃતિ અને મર્યાદા કહે છે કે ગત આત્માને બ્રહ્મમાં મોક્ષ પ્રાપ્ત કરી લીન થવાનું છે.
અહીં સંદર્ભ છે કે આત્મા ગત નથી પણ જન્મસ્થ નથી હોતો જ્યારે દેહ છોડે છે. વિકસિત અને દિવ્યકાર્ય પ્રતિબદ્ધ આત્માઓએ તો જન્મો ધરી ધરીને પૂર્ણ થતાં થતાં પૂર્ણતાને પૂર્ણપણે સંપૂર્ણ બનાવવાની છે. દિવ્યમાર્ગનાં વલણ, આચરણથી જે તે જન્મ-જીવનને ઓપતાં અને ભરતાં રહેવાનું છે. એ મહામૂલું યોગદાન છે.
આ આત્માઓ તો જ દેહ ધરી શકે જ્યાં સમર્પિત દિવ્ય વાતાવરણ હોય અને એને ઝીલવાની ગ્રહણશક્તિની તૈયારી હોય...જો એ યોગ્યતાની બક્ષિસ હોય તો એથી રૂડું શું?
અહીં 'એ વેળાઓએ' દંપતિએ નિષ્ઠાન્વિત રહી અભીપ્સા મૂકવાની છે, એ આત્માને સાદ દેવાનો છે ... આવકારવાનાં છે...
આ મહાયજ્ઞમાં ભક્તિ, અહોભાવથી શક્ય એટલું કરી છૂટવા માટે વધુ એક અવકાશ દેખાડ્યો છે...
પ્રભુની મરજી સર્વોપરી!
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Aegle marmelos
Bael tree, Bengal quince
Significance: Devotional attitude
Modest and self-effacing, it yields remarkable fruit.
Bael tree, Bengal quince
Significance: Devotional attitude
Modest and self-effacing, it yields remarkable fruit.
Modest and fragrant, it gives itself without seeking for anything in return.
In love for the Divine or for one whom one feels to be divine, the Bhakta feels an intense reverence for the Lord, a sense of something of immense greatness, beauty or value and for himself a strong impression of his own comparative unworthiness and a passionate desire to grow into likeness with that which one adores.
The final demand of the Bhakta is simply that his Bhakti may never cease nor diminish. He does not ask for heaven or for liberation from birth or for any other object, but only that his love may be eternal and absolute. SA
The final demand of the Bhakta is simply that his Bhakti may never cease nor diminish. He does not ask for heaven or for liberation from birth or for any other object, but only that his love may be eternal and absolute. SA
No comments:
Post a Comment