પ્રેમથી રાખવો પ્રેમ! અપેક્ષા મંતવ્ય પરે
આકાર પ્રકાર લેશ, વ્યાખ્યા, ગાથા પરે...
પ્રેમથી વહેતો પ્રેમ! શરત ગણતર પરે,
આવકાર નકાર લેશ, પક્ષ પક્ષપાત પરે...
પ્રેમથી જ જીતે પ્રેમ! નફરત નિંદા પરે,
ધાક પ્રપંચ લેશ, વળતર વેણ પરે...
પ્રેમથી જ પામે પ્રેમ! સમય સંદર્ભ પરે,
સંગાથ સહવાસ લેશ, સમાંતર સમકક્ષ પરે...
પ્રેમથી તપતો પ્રેમ! વિરહ વચન પરે,
રિક્તતા એકલતા લેશ , પક્વ મૃદુતા પરે...
પ્રેમથી જ પરમપ્રેમ! ધ્યાન ધર્મ ભાવ પરે,
પરિધાન પ્રભાવ લેશ,સાયુજ્ય સાંધાને પરમે...
પ્રેમ એ દિવ્ય તત્ત્વ છે
એટલે જ પોતાનાંમાં પૂર્ણ છે.
જ્યાં પ્રેમ સત્યનિષ્ઠ છે ત્યાં શુદ્ધિકરણની જરૂર નથી.
સત્તપ્રેમ પોતે જ શુદ્ધિ તત્ત્વ છે. એનાં ધારણમાં જ સર્વ કંઈ શુદ્ધ સમૃદ્ધ થઈ જાય છે.
એ સકળ સમ છે અને સર્વ પાર્થિવથી પરે છે.
એ સમસ્તને સાંકળતી કડી છે, વહેણ છે, વિધી છે, પર્યાય છે...
એ છે તો ભાવ પ્રદેશ છે.
સંબંધ સત્વ અને સંબંધનું સત્ય છે.
એ છે તો સ્વ નું ધ્યાન છે ને પરમે પહોંચતું પ્રસ્થાન છે.
સૃષ્ટિનાં હોવાનું પ્રમાણ છે. સંચાર, સંભાળ ને સમાધાન છે.
એ છે તો જીવન જીવંત છે અને મૃત્યુમાં જીવન છે.
જન્મ જન્માંતર છે અને જન્માંતરો જીવંત છે.
એ છે તો સ્પંદન અને સ્ફૂરણ છે.
સંવાદ, સાર અને સ્વાદને ઝીલનાર છે.
પ્રેમ છે તો પરમની પ્રતિતી છે
પરમેશ્વરની પ્રાપ્તિ શક્ય છે.
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Rosa
Rose
Rose
Significance: Human Passions Changed into Love for the Divine
May they become a real fact, and their abundance will save the world.
Divine Love ... is again not something ethereal, cold and far, but a love absolutely intense, intimate and full of unity, closeness and rapture using all the nature for its expression.May they become a real fact, and their abundance will save the world.
For there is, concealed behind individual love, obscured by its ignorant human figure, a mystery which the mind cannot seize, the mystery of the body of the Divine, the secret of a mystic form of the Infinite which we can approach only through the ecstasy of the heart and the passion of the pure and sublimated sense, and its attraction which is the call of the divine Flute-player, the mastering compulsion of the All-Beautiful, can only be seized and seize us through an occult love and yearning which in the end makes one the Form and the Formless, and identifies Spirit and Matter. It is that which the spirit in Love is seeking here in the darkness of the Ignorance and it is that which it finds when individual human love is changed into the love of the Immanent Divine incarnate in the material universe. SA
For me sadhana consists in loving the Divine more and more integrally, more and more absolutely, with a love so total that it leads to identification.
There is only one true love, the love from the Divine, which, in human beings, turns into love for the Divine. TM
Interesting ...
ReplyDelete