Monday, 11 September 2017

સાદગી સર્વશ્રેષ્ઠ ...


સાદગી સર્વશ્રેષ્ઠ સતશણગાર!
અંતઃકરણનો ઊજળતો ઊજાસ.

ન કૃત્રિમ દેખાવ કે થીગડા ચાર,
ન લેશ ઔપચારિક, સાંધ સાત!

ન મુખવટો, પહેરો કે ખળભળાટ,
ન સમીકરણથી ઊઠતો અભાવ.

આતમપ્રભા આવરિત વ્યવહાર 
અસ્તિત્વને કવચ નિર્ભેળ નિસ્વાર્થ!

અંદરુની તેજનો ઉત્સવ ચોપાસ
ભાવ, સ્વભાવ, પ્રભાવ પરમાંશ.

ખુલ્લી ખુલતી ખીલતી ખિલખિલાટ  
સાદગી, નિષ્ઠાશ્રિત એ સહજ સૌગાદ!


આંતરવલણમાંથી ઊગતી સાદગી અસ્તિત્વ પર પથરાઈ જતી હોય છે. 

શાતા, ટાઢક, ધરપત બધું છેક સુધી ખૂંપી જાય અને વણઊગ્યા આવર્તનો વચ્ચે સાદગી વસતી અને ડોકાતી હોય છે.

નિતાંત શાંતિ, સ્વસ્થતામાં એ પ્રસરી રહે છે. જે ધારણ કરી શકે એ અલિપ્ત છતાં આવૃત હોય છે. 

ભાર, અધિકાર ને ભાવિ વગરની અસ્તિત્વ દશા છે. ખપ કે સમય પૂરતું કોઈ સાદગીમાં ન રહી શકે. ઓઢી કે ઊતારી ન શકે.

સાદગીની અસર ધારદાર અને પ્રેરણાત્મક હોય છે. પ્રમાણિક અને સાચશીલ જ સાદગી ધરી શકે.

ઈરાદામાં ચોખ્ખાઈ અને નિર્ભેળ નિયત સાદગીને પચાવી શકે. એ વલણ આવર્તન ધરાવતું હોય છે એટલે નકલી કે નઠારું કદી સાદગીમય ન હોઈ શકે. એ તો ધરાયેલા કે કેળવાયેલ હૈયા જ આચરી શકે.


સાદગી એટલે સહજ ત્વરિત સહસા ઊગતો પ્રતિભાવ...વ્યક્તિત્વ પ્રકાર...

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Vittadinia triloba
Creeping daisy
Significance: Integral Simplicity
The simplicity that comes from perfect sincerity.
As soon as all effort disappears from a manifestation, it becomes very simple, with the simplicity of a flower opening, manifesting its beauty and spreading its fragrance without clamour or vehement gesture. And in this simplicity lies the greatest power, the power which is least mixed and least gives rise to harmful reactions. Simplicity, simplicity! How sweet is the purity of Thy Presence! 
Sri Aurobindo's answer is always the same: Be simple, be simple, very simple. And I know what he means: to deny entry to regulating, organising, prescriptive, judgmental thought — he wants none of all that. What he calls being simple is a joyful spontaneity; in action, in expression, in movement, in life, be simple, be simple, be simple. A joyful spontaneity. TM

No comments:

Post a Comment