તવ પદાર્પણ ઝંખે આ આંગણું ખુલ્લું,
પળે પળે રોમે રોમે દિવ્ય નજરાણું...
અફાટ ખુલ્લાં આ ગહન દ્વાર ને હૈયું,
તવ દર્શન કાજ સદૈવ અતૃપ્ત પ્યાસુ...
અખંડિત અમૂમન જોડાણ ને રગ તું!
તવ પધરામણીએ પાવન આ જીવડું...
ભાવોભવ શ્વસે તવ ઔદાર્ય ને તરણું
તું જ કડી! ઘડીઘડી ચાહે, આ માટી જોગું...
દિપે જીવનસાર, જીવઆધાર ને જીવ્યું
અંતઃકરણે, બાહ્ય ભરણે ફક્ત દિવ્ય દોરવ્યું...
ધાર્મિક વિધી અને કર્મકાંડની ટેવનો રિવાજ નહીં.
આધ્યાત્મિક ભક્તિમાં સાનિધ્યનો નશો છે.
ભીતરથી ઊભરાતું અને અસ્તિત્વે સાંગોપાંગ વસતું એક સત્ય છે. અચાનક ઊઠીને આમુખ થાય અને ઊંડેથી જાણે પ્રેમની અનુભૂતિ સમગ્રને ભરી દે...
બધું જ ગાજવા માંડે અને તદ્રુપ થઈ આખું તંત્ર ભાવસામ્રાજ્યમાં જાણે સમાઈ જાય...ભળી જાય...મય બની જાય...
સાથે શક્તિનો પણ સંચાર...સક્રિયતા અને સમજ બંને સાથે સંકલનથી સુંદર વાતાવરણ સ્થાપિત કરે જે એટલું રિક્ત-સમર્પિત હોય કે ભલભલુ શુભ શુદ્ધ અહીં વસવાનું પસંદ કરે...
આવા વ્યસનો તો પ્રભુ જ બક્ષી શકે...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Gliricidia sepium
Madre de cacao, Nicaraguan cocoa-shade
Madre de cacao, Nicaraguan cocoa-shade
Significance: Habits
Refinement of HabitsOrderly, clean and well-organised.
No comments:
Post a Comment